શોધખોળ કરો
પાવાગઢઃ ખૂણિયા મહાદેવ ધોધ ખાતે ફસાયેલા 50થી વધુ લોકોને દિલધડક ઓપરેશનમાં બચાવાયા
પાવાગઢના ખુણિયા મહાદેવ ધોધ ખાતે 50થી વધુ લોકો ફસાયા હતા. અહીં અટવાયેલા સહેલાણીઓના રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે.
પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ પંથકમાં મેઘમહેર થઈ રહ્યો છે. પાવાગઢ માંચી ખાતે આવેલું તેલિયુ તળાવમાં ગાબડું પડ્યું છે. તળાવ ઓવરફ્લો ઉપરાંત ગાબડું પડતા જ ધમધસતા પાણી માર્ગો ઉપર વહેતા થયા છે. જિલ્લામાં સારા વરસાદને પગલે હાલોલ પાવાગઢ વિસ્તારના મોટાભાગના તળાવો છલકાઇ ગયા છે. ત્યારે પાવાગઢના ખુણિયા મહાદેવ ધોધ ખાતે 50થી વધુ લોકો ફસાયા હતા. અહીં અટવાયેલા સહેલાણીઓના રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ પોલીસે રેસ્ક્યુ કરી ફસાયેલ લોકોને બચાવ્યા હતા. ભારે વરસાદને કારણે ધોધના માર્ગ ઉપર પાણી ભરાયા હતા. ખૂણિયા મહાદેવ ધોધના ધસમસતા પાણીના પ્રવાહમાં અટવાયેલા લોકોને દોરડાની મદદ લઇ બહાર કઢાયા હતા. પાવાગઢ પોલીસ જવાનોની સરાહનીય કામગીરી છે. સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ખૂણિયા મહાદેવ ધોધ ખાતે ધોધની મજા માણવા આવે છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















