Vadodara: બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલનું રાજીનામું, દીનું મામાને આપ્યું સમર્થન
હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખની જવાબદારી હતી.
બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલે રાજીનામું આપ્યું હતું. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખની જવાબદારી હતી.
પ્રેસ કોન્ફ્રન્સ કરીને સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. મે રાજીખુશીથી બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે.પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશુ. લોકસભામાં પૂરતો સમય આપવા રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દીનુ મામા જો બરોડા ડેરીના પ્રમુખ બને તો તેમને સહકાર આપીશું.
વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી દીનું મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. એ સમયે દીનું મામાએ ભાજપમાંથી રાજીનામુ સાથે બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. જો કે હવે દીનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. ત્યારે તેમને બરોડા ડેરીના પ્રમુખ બનાવવાનો તખ્તો ગોઠવાયાની શક્યતા છે. સતીશ પટેલ 3 જુલાઈએ બરોડા ડેરીની ચૂંટણીમાં પ્રમુખ બન્યા હતા.
બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે.બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. આસપાસના જિલ્લાઓમાં ડેરી દ્વારા સ્થાપિત મધર મંડળીઓ કાર્યરત છે, જેને ક્લસ્ટર સિસ્ટમ પણ કહેવામાં આવે છે.આ મધર મંડળીમાં નાની નાની 10થી 12 મંડળીઓ જોડાયેલી હોય છે, જેમાં દૂધને એકત્રિત કરી ઠંડુ કરવામાં આવે છે, ત્યાર બાદ તેને ટેન્કરમાં ભરીને બરોડા ડેરીમાં પહોંચાડવામાં આવે છે.
1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે. 2013 પહેલા ડેરીમાં તમામ કામ મેન્યુઅલી કરવામાં આવતું હતું, પરંતુ 2013 પછી ડેરીમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મશીનોને ઇન્સ્ટોલ કરાતા વર્કર્સને ઓછા કરી દેવામાં આવ્યા છે.