શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને રાત્રે 10 વાગ્યે પગાર આપવા હોટલમાં બોલાવી, બે વાર બળાત્કાર ગુજારીને હવસ સંતોષી....
આ યુવતીએ 24 દિવસના પગારના નાંણાની માંગણી તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને કરી હતી.
વડોદરાઃ વડોદરામાં ડ્રામા પ્રોડક્શન હાઉસમાં નોકરી કરતી યુવતીને હોટલમાં પગારના બહાને બોલાવીને પ્રોડક્શન હાઉસના માલિકે બે વાર હવસનો સિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની આઘાતજનક ઘટના બની છે. પોલીસે આ કેસમાં માલિક દીપ પટેલની ધરપકડ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે 1 ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા માટે ગઇ હતી અને સીલેક્ટ થતાં યુવતીએ 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. કોઇ અગમ્ય કારણોસર તારીખ 28 ઓગસ્ટે તેણે નોકરી છોડી દીધી હતી.
આ યુવતીએ 24 દિવસના પગારના નાંણાની માંગણી તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને કરી હતી. આ વ્યકિતએ આ અંગે ડ્રામા પ્રોડકશન હાઉસના સંચાલક દિપ રાજુભાઇ પટેલ (હાલ રહેવાસી કલાલી શ્રીજી ખડકી, મૂળ રહેવાસી સાવલી)ને વાત કરી હતી. દીપ પટેલે યુવતીને તારીખ 2 સપ્ટેમ્બરે રાત્રીના 10 કલાકે સયાજીગંજ ખાતે આવેલી અદિતિ હોટલના ચોથા માળે પગારના નાણાંઆપવા બાબતે બોલાવી હતી.
યુવતી બોલાવેલા સમયે પહોંચી ગઇ હતી. દિપે યુવતીને અંદર લઈને હોટલની રૂમનું બારણું બંધ કરી દીધુ હતું અને પછી બળજબરીથી તેને નિર્વસ્ત્ર કરીને યુવતી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને જાણ કરી હતી. નોકરીએ લઈ જનારે પોલીસ ફરિયાદની સલાહ આપતાં આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement