શોધખોળ કરો
વડોદરાઃ કોલીયાદમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, આખા ગામમાં અરેરાટી
સવારે 3 બાળકોના મૃતદેહ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવતાં નાના ગામમાં હાહાકાર મચી ગયો છે. મૃત બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તસવીરઃ કરજણના કોલીયાદ ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
વડોદરાઃ કરજણના કોલીયાદ ગામે રાત્રે 3 બાળકો ગૂમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સવારે 3 બાળકોના મૃતદેહ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવતાં નાના ગામમાં હાહાકાર મચી ગયો છે. મૃત બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતક બાળકો રબારી પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. બાળકોના મોત થતાં પરિવાર પર આભા ફાટ્યું છે.
વધુ વાંચો





















