Vadodara: ઓવરસ્પીડમાં ટ્રેક્ટર ચલાવવું ચાલકને પડ્યું ભારે, વાહન પલટી મારી જતા ઘટના સ્થળે જ મોત
વડોદરા: ડભોઇ પીસાઈ નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલ્ટી મારી ગયું છે. જેમાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા: ડભોઇ પીસાઈ નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલ્ટી મારી ગયું છે. જેમાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રેકટર ચાલક ટ્રેક્ટરને પુર ઝડપે ચલાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્ટ્રેરિંગ પર કાબુ જતા ટ્રેકટર પલટી મારી ગયું હતું. જે બાદ ટ્રેકટર ચાલકનું ટ્રેક્ટર નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં પરિવારજનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરાને બતાવ્યું ચપ્પુ ને પછી......
ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં 16 વર્ષીય વિદ્યાર્થીની એક તરફી પ્રેમીએ ચપ્પુ બતાવી પ્રેમસંબંધ બાંધવા ધમકી આપી હતી. સનકી પ્રેમી વારંવાર કિશોરીનો પીછો કરીને ઘર નજીક જઈ પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હોવાનું કિશોરીએ માતા પિતાને જણાવ્યું હતું. જે બાદ તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસએ યુવકની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
પાલનપુરમાં નજીવી બાબતે માતા-પુત્ર પર તલવાર વડે હુમલો
પાલનપુરના જામપુરા ખાતે હુમલાની ઘટના સામે આવી છે. ખુલ્લી તલવાર વડે મહિલા અને યુવક પર હુમલાનો કરવામાં આવ્યો છે. નજીવી તકરાર બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રને છોડાવવા જતા માતા ઈજાગ્રસ્ત થઈ તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે. હાલમાં ઘાયલ માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો
અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.