Vadodara: કરાટે ક્લાસના સંચાલકે સગીરાને નિર્વસ્ત્ર કરી માલિસ કર્યું , ગાલ પર કર્યું ચુંબન
કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી શરીર પર તેલની માલિસ કરી હતી. એટલું જ નહીં, સગીરાના ગાલ પર કરાટે ક્લાસમાં સંચાલકે ચુંબન પણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.
વડોદરાઃ કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી શરીર પર તેલની માલિસ કરી હતી. એટલું જ નહીં, સગીરાના ગાલ પર કરાટે ક્લાસમાં સંચાલકે ચુંબન પણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.
સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે પોસ્કો એકટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે.
વડોદરાઃ વડોદરા યુવતીના સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ધડાકો થયો છે. પોલીસને યુવતીની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી છે. પુનિત નગરના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુટિ ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ થયું હતું.
તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યા હતા. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.
રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના બે થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા, જેની એફએસએલ તપાસ કરાવાશે. બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરવામાં આવી છે. બંનેના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા. જે એફ.એસ.એલ માં મોકલવામાં આવશે. ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું.
યુવતીની સાયકલ રેલવે એલ.સી.બી ઓફિસ લાવવામાં આવી છે. યુવતીની સાયકલ સાથે છુટા પાડી દેવાયેલા બંને ટાયર પણ લાવવામાં આવ્યા. યુવતીના કપડા અને અન્ય વસ્તુ પણ લવાઈ. સિક્યુરિટી ગાર્ડની સધન તપાસ થઈ રહી છે. એમ.ડી સિક્યુરિટીમાં સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે. શંકાસ્પદ સિક્યુરી ગાર્ડની રેલવે એલ.સી.બી પોલીસ પૂછપરછ કરી રહી છે. પુનિત નગર પાસેના પ્રાઇવેટ કવાટર્સમાંથી સાયકલ મળી. 10 વર્ષ થી બંધ મકાનની ઝાડીઓમાં સાયકલ સંતાડી હતી. સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.