Vadodara : યુવતીના FB ફ્રેન્ડને યુવતીની બહેનપણીએ બોલાવ્યો ઘરે, કઈ રીતે FB ફ્રેન્ડ-બહેનપણીના ભાઈએ યુવતી સાથે માણ્યું શરીર સુખ ?
યુવતીનો આક્ષેપ છે કે, પોતાની ફ્રેન્ડે પીણામાં કશુંક પિવડાવી દેતાં પોતે બેભાન થઈ ગઈ હતી. તેનો લાભ લઈને ફેસબુક ફ્રેન્ડ ઉપરાંત ફ્રેન્ડ યુવતીના ભાઈએ પણ શરીર સંબંધ બાંધ્યા હતા.
વડોદરાઃ વડોદરા શહેરમાં રહેતી 27 વર્ષની પરિણીત યુવતીના ઘરે જઈને ફેસબૂક ફ્રેન્ડે શરીર સુખ માણતાં યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, યુવતીના પ્રેમીને યુવતીની ફ્રેન્ડે જ ઘરે બોલાવ્યો હતો. યુવતીનો આક્ષેપ છે કે, પોતાની ફ્રેન્ડે પીણામાં કશુંક પિવડાવી દેતાં પોતે બેભાન થઈ ગઈ હતી. તેનો લાભ લઈને ફેસબુક ફ્રેન્ડ ઉપરાંત ફ્રેન્ડ યુવતીના ભાઈએ પણ શરીર સંબંધ બાંધ્યા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં રહેતી 27 વર્ષની પરિણીતાને બે સંતાનો છે. તેનો પતિ મેડિકલ ફિલ્ડમાં નોકરી કરે છે અને સતત ટ્રાવેલિંગમાં રહે છે. યુવતીનો એપ્રિલ-2021માં ફેસબૂક થકી મહેશ ઉર્ફે તુષાર હેમંતભાઇ સોલંકી સાથે પરિચય થયો હતો.
ફેસબૂક પર પરિચય થયા પછી તુષાર વોટ્સએપ પર પરિણીતાને કોલ કરી ફ્રેન્ડશિપ બાંધવા માટે કહેતો હતો. જો કે યુવતી તૈયાર નહોતી. પોતાને પતિ અને બે સંતાનો હોવાનું જણાવી પરિણીતા ફ્રેન્ડશિપ માટે ના પાડતી હતી.
દરમિયાન પરિણીતાના વતન આગ્રાની વતની અને તેની બહેનપણી પ્રિયંકા બ્રિજમોહન અને પ્રિયંકાના ભાઇ પ્રકાશ શ્રીરામ શર્મા (બંને રહે.આગ્રા લોહા મંડી,પોલીસ સ્ટેશનની સામે) વડોદરા રહેવા આવ્યા હતા. પરિણીતાએ પ્રિયંકાને તુષારની વાત કરી હતી. તુષાર વારંવાર કોલ કરીને ફ્રેન્ડશિપની ઓફર કરે છે એવું પણ કહેતાં પ્રિયંકાએ તુષાર સાથે વાત કરીને તેને ઘરે બોલાવ્યો હતો.
યુવતીનો આક્ષેપ છે કે, પ્રિયંકાએ પરિણીતાને ઠંડા પીણામાં કંઇક કેફી પદાર્થ ભેળવીને પીવડાવી દેતા પરિણીતા બેભાન જેવી થઇ ગઇ હતી. ત્યાર બાદ તુષાર અને પ્રકાશે પરિણીતા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તુષાર પરિણીતાને મંદિરે લઇ ગયો હતો અને માથામાં સિંદૂર ભરી ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. તેણે પરીણિતાને ધમકી આપી હતી કે, પોતાની સાથે સંબંધ નહી રાખે તો તને અને તારા બાળકોને મારી નાંખીશ.
આ અંગે પરીણિતાએ ફરિયાદ કરતાં બાપોદ પી.આઇ. યુ.જે. જોશીએ આ અંગે ગુનો દાખલ કરી તુષાર ઉર્ફે મહેશની ધરપકડ કરી છે. તુષાર પણ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. તુષાર ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ પર નોકરી કરે છે.