શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા શહેરમાં વેપારીઓએ સામેથી કરી 7 દિવસના લોકડાઉનની માંગ? જાણો વિગત

કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જરૂરી હોવાનું પરેશ પરીખે જણાવ્યું છે. વીસીસીઆઈ, હાથીખાના અનાજ કરિયાણા એસોસિએશન, ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશનને પણ સમર્થન કર્યું છે. આ ઉપરાંત રાજકીય મેળાવડા પણ રોકવા માંગ કરવામાં આવી છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં 70 હજાર વેપારીઓ છે. 

વડોદરાઃ ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવતા રાજ્યની વિજય રૂપાણી (vijay rupani)સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ (night curfew) લગાવી દીધું છે. તેમજ ગામડાઓ સ્વૈચ્છિક રીતે લોકડાઉન (self lockdown) લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે વડોદરામાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા લોકડાઉન (lockdown)ની માંગણી કરવામાં આવી છે. 

એસોસિએશનના કન્વીનર પરેશ પરીખે વડોદરાના વેપારીઓની 7 દિવસના લોકડાઉનની માંગ કરી છે. કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જરૂરી હોવાનું પરેશ પરીખે જણાવ્યું છે. વીસીસીઆઈ, હાથીખાના અનાજ કરિયાણા એસોસિએશન, ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશનને પણ સમર્થન કર્યું છે. આ ઉપરાંત રાજકીય મેળાવડા પણ રોકવા માંગ કરવામાં આવી છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં 70 હજાર વેપારીઓ છે. 

તાપી (Tapi) જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે.  જિલ્લાના વાલોડ(Valod) તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે. 

ગોંડલ (Gondal)ના ગોમટા ગામમાં અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામ લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. ગ્રામ પ્રંચાયત દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગામમાં એક સાથે 4 લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક દુકાનો ખુલી રાખી શકશે. મેડિકલ સિવાય કોઈપણ દુકાનો ખુલી નહિ રખાય.

કચ્છ (Kutch)માં મુન્દ્રાના સમાઘોઘામાં 13 દિવસનું આંશિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે. તા. 06-04થી 18-04 સુધી ગામમાં  સ્વયંભુ લોકડાઉન રહેશે. ગામમાં બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે.  સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા નિણર્ય લેવાયો છે. 

આણંદ (Anand)માં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામમાં લોકડાઉન લગાવી દેવાયું છે. બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં લોકડાઉન જાહેર કરાયું છે. બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.

રાજકોટઃ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન(Self Lockdown) જાહેર કર્યું છે. યુઝ્ડ કાર એસોસિએશન (Used car association)ના હોદેદારીએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉન કર્યું છે. 

રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ (old car market) આવેલું છે. 100થી વધુ વેપારીઓ રાજકોટમાં જૂની કારના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget