(Source: Poll of Polls)
Vadodara : કેજરીવાલના પ્રોગ્રામ માટે ભાડે આપેલા પ્લોટના માલિકની વધી મુશ્કેલી, કોર્પોરેશને શું લીધા પગલા?
અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાલિકાની ટિમ પ્રીત પાર્ટી પ્લોટ પહોંચી છે. પાર્ટી પ્લોટની દિવાલ દબાણમાં આવતી હોવાથી દબાણ શાખા પહોંચી છે.
Gujarat Election : અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાલિકાની ટિમ પ્રીત પાર્ટી પ્લોટ પહોંચી છે. પાર્ટી પ્લોટની દિવાલ દબાણમાં આવતી હોવાથી દબાણ શાખા પહોંચી છે. આપ પાર્ટીના કાર્યકરોએ બુલડોઝર સામે બેસીને વિરોધ નોંધાવ્યો. પ્રીત પાર્ટી પ્લોટમાં કેજરીવાલે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.
13 બુકીંગ કેન્સલ થયા બાદ પ્રીત પાર્ટી પ્લોટના માલિકે પ્લોટ ભાડે આપ્યો હતો. સમા સાવલી રોડ પર પ્રીત પાર્ટી પ્લોટ આવેલો છે. આપનો આક્ષેપ છે કે, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે અપાતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આ જે પાર્ટી પ્લોટની વાત આવી છે, એમાં અમારી પાસે જે ફરિયાદો આવી હતી કે, આ પાર્ટી પ્લોટના ઓનરે પોતાની પાર્કિંગની જગ્યામાં લોન કરીને ભાડે આપી રહ્યા છે. તેઓ ગેરકાયદેસર કંટ્રક્શન કરીને કામગીરી કરી રહ્યા છે. આ ફરિયાદના આધાર પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.આ જ નહીં, બીજા પાર્ટી પ્લોટને પણ અમે આગામી દિવસોમાં નોટિસો આપવાના છીએ. આપવાળા આનો જે રીતે વિરોધ કરી રહ્યા છે, એ ઇલિગલ વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. શહેરમાં જ્યાં ઇલિગલ વસ્તુઓ ચાલતી હોય, ત્યાં પાર્ટી પ્લોટો ભાડે રાખવા અને એ લોકોને છાવરવાની નીતિ છે.
વિપક્ષના નેતા અમી રાવતે કહ્યું કે, એક રીતે જોઇએ તો આ સત્તાનો અહંકાર છે. ભાજપ અન્ય કોઈ પાર્ટીને પાર્ટી પ્લોટ ભાડે આપે ત્યાં રાજકીય કિન્નાખોરીથી મેસેજ આપીને ત્યાંનું ગેરકાયદે દબાણ દૂર કરાવે, તો અમે જ આ ભારતીય જનતા પાર્ટીને ભાજપના સાંસદે મોટું ક્લબ હાઉસ બનાવીને ત્યાં પાર્ટીની એક્ટિવિટી કરે છે, એ ધ્યાન દોર્યું છે. દોઢ વર્ષથી એ દબાણ દૂર નથી થતાં. અનેક પાર્ટી પ્લોટો છે, જેના માલિકો ભાજપના નેતાઓ છે, ત્યાં દબાણો દૂર નથી થતાં. ફક્ત જ્યારે બીજી કોઈ પોલિટીકલ પાર્ટીને પાર્ટી પ્લોટ ભાડે આપ્યો હોય ત્યારે એ પાર્ટી પ્લોટના માલિકને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે. ઇનડારેક્ટલી એવા મેસેજ આપવા માંગે છે કે, બીજી કોઈ રાજકીયા પાર્ટીને જગ્યા ભાડે ન આપવી. આ ખોટી નીતિ છે. આજ પછી અમે દરરોજ એવા પાર્ટી પ્લોટ બતાવીશું, જ્યાં ઓનર ભાજપના નેતાઓ માલિકો હોય અને એમને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.આ બધું તો છોડો સરકાર પ્લોટો છે, ગ્રીન પ્લેસિસના પ્લોટો છે, તે ભાજપના મોટા મોટા ધારાસભ્યો-સાંસદોએ દબાવી રાખ્યા છે, તે દૂર કરવા જોઇએ.
કોંગ્રેસ છોડી AAPમાં જોડાયેલા કયા દિગ્ગજ નેતા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ? યુવતીએ શું લગાવ્યો આક્ષેપ?
ગીર સોમનાથઃ તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશન ના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર આચર્યું દુષ્કર્મ. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં aapમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.
આરોપી તે ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા aap પાર્ટીમાં જોડાયા છે. આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા યોજાયું આ સંમેલન
મહેસાણાઃ મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલનને નામે અશોક ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. દૂધહિત રક્ષક સમિતિ દ્વારા સત્ય સમર્થન સંમેલન યોજાયું હતું.અશોકભાઈ ચૌધરીના સમર્થનમાં યોજાયેલા આ મહાસંમેલન સંમેલનમાં ચૌધરી સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ રહ્યા ઉપસ્થિત. ઉત્તર ગુજરાતના ભાજપના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સ્ટેજ ઉપર જોવા મળ્યા.
વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા આ સંમેલન યોજાયું હતું.