શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાના PSI અરુણ મિશ્રાને Tik Tok વીડિયો બનાવવા ભારે પડ્યો? જાણો કેમ
ગુજરાત પોલીસમાં ટીકટોકનું ઘેલું લાગતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ કરી છે અને ફરજ પર હાજર પોલીસ જવાને ટીકટોક વીડિયો બનાવ્યો હોય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરા: હાલ ગુજરાત પોલીસમાં ટીકટોક વીડિયોને લઈ ધમાલ ચાલી રહી છે. પહેલાં મહેસાણામાં મહિલા પોલીસ જવાનને ફરજ પર ટીકટોક વીડિયો બનાવવો ભારે પડ્યો હતો. ત્યાર બાદ વડોદરાના ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરુણ મિશ્રાનો પણ વર્દી સાથેનો ટીકટોક વીડિયો વાયરલ થયો હતો તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે. અરુણ મિશ્રાને ક્રાઈમ બ્રાન્ચમાંથી હટાવી ટ્રાફિક શાખામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં ટીકટોકનું ઘેલું લાગતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ કરી છે અને ફરજ પર હાજર પોલીસ જવાને ટીકટોક વીડિયો બનાવ્યો હોય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરાના ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરુણ મિશ્રાનો એક દિવસ પહેલા જ ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયાના 24 કલાકમાં જ ઉચ્ચ અધિકારીઓએ તેની બદલી ટ્રાફિક શાખામાં કરી દીધી હતી.
પીએસઆઈ અરૂણ મિશ્રાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન વાયરલ વીડિયો સાચો અને અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં જ બેઠા-બેઠા ઉતાર્યો હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસ કમિશનરે તેમની બદલી કરી અને તેમની પાસે ખુલાસો માંગ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion