શોધખોળ કરો

Vadodara: વડોદરામાં અસલી પોલીસે નકલી પોલીસને દબોચ્યો, નાના વેપારીઓ પાસે ઉઘરાવતો હતો પૈસા

Vadodara: વડોદરાના મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની નેફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે

Vadodara: રાજ્યમાં વધુ એકવાર નકલી પોલીસકર્મીનો કિસ્સો સામે આવ્યો છે, વડોદરા શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા એક શખ્સેને પોલીસે રંગેહાથે ઝડપી લેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. શહેરના મકરપુરા વિસ્તારમાં  નાના પરમાર નામનો શખ્સ જે વૉચમેન છે, તે નાના વેપારીઓ પાસેથી હપ્તારૂપે પૈસા ઉઘરાવતા પકડાઇ ગયો છે. મકરપુરા પોલીસે આ નકલી પોલીસને દબોચી લીધો છે. 

વડોદરાના મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની નેફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં પોલીસે આ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો એવી છે કે, વડોદરાના મકરપુરામાં પોલીસ જેવી કદકાઠી ધરાવતો શખ્સ, જેનું નામ નાના પરમાર છે અને વૉચમેનની નોકરી કરે છે. આ શખ્સે નકલી પોલીસ બનીને શહેરના મકરપુરામાં નાના વેપારીઓ પાસે પૈસાની ઊઘરાણી કરતો હતો. એક ડેપોની પાછળ પસ્તીના વેપારી પાસેથી તેને 200 રૂપિયા ઉઘરાવ્યા હતા અને વારંવાર હેરાન કરતાં વેપારીએ પોલીસમાં જાણ કરતી હતી, આ પછી મકરપુરા પોલીસની અસલી ટીમે આ નકલી પોલીસને દબોચી લીધો હતો. નાના પરમાર નામનો શખ્સ પોલીસ જેવી કદકાઠી ધરાવતો હતો જેથી વેપારીઓ પાસે પોલીસ બનીને રૌફ જમાવતો હતો. આ શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. 

સુરતની હૉટલમાં હાઈપ્રૉફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ચાર રૂપલલના સહિત એજન્ટ પકડાયા

સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલી એક હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન હૉટલમાંથી 2 થાઇલેન્ડ, 1 યુગાન્ડા અને 1 મુંબઇની રૂપલલના સાથે રંગરેલિયા મનાવવા આવેલા 2 ગ્રાહકોની ધરપકડ કરી લીધી છે, અને રૂપલલનાઓને મુક્ત કરાવી છે, સાથે સાથે એક દલાલ અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે, સરથાણાની હૉટલમાં હાઇફાઈ સેક્સરેકેટ ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસની ટીમે સાંજના સમયે હોટલમાં દરોડા પાડયા, જ્યાંથી રૂપલલનાઓ સાથે ગ્રાહક અને એજન્ટને દબોચી લીધા હતા. હોટલમાંથઈ 2 થાઇ, 1 યુગાન્ડા અને 1 મુંબઈની રૂપલલના મળી. હોટલમાં આવેલા બે ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપરા અને શનિ લક્ષ્મણ ભોઇ પકડાયા હતા. રાજ સેલ્સમેન છે તો શનિ શાકભાજી વિક્રેતા છે. આ ઉપરાંત યુવતીઓ સપ્લાય કરતો લાલો ઉર્ફે ચિરાગ કિયાણી અને મેનેજર વિવેક કનુ પટેલ પણ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. આ મામલે સરથાણા પોલીસમાં વિધિવત્ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે હોટલના તમામ રૂમોમાં પણ સર્ચ કરી રોકડા રૂપિયા ૫૦,૯૦૦, ૫ મોબાઈલ, નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ગિરનારની લીલી પરિક્રમાએ જતા ભક્તો માટે મોટા સમાચાર, જાણો વરસાદ બાદ પ્રશાસને શું લીધો મોટો નિર્ણય
Junagadh: ગિરનારની લીલી પરિક્રમાએ જતા ભક્તો માટે મોટા સમાચાર, જાણો વરસાદ બાદ પ્રશાસને શું લીધો મોટો નિર્ણય
Rain: રાજ્યમાં વાવાઝોડા સાથે  ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે  આપી ચેતવણી
Rain: રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Rain Forecast: મોડાસા માર્કેટ યાર્ડનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વરસાદને પગલે બે દિવસ યાર્ડ બંધ રખાશે
Rain Forecast: મોડાસા માર્કેટ યાર્ડનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વરસાદને પગલે બે દિવસ યાર્ડ બંધ રખાશે
Advertisement

વિડિઓઝ

Rashtriya Ekta Diwas Parade: સરદાર પટેલની 150મી જન્મજયંતી, કેવડિયામાં ભવ્ય એકતા પરેડ
Rashtriya Ekta Diwas:  PM મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને આપી પુષ્પાજંલિ
Hun To Bolish : હું તો બોલીશ : એકતાનો પ્રકાશ
Hun To Bolish : હું તો બોલીશ : સેલિબ્રિટી એટલે છૂટ?
Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં ચોમાસું કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ગિરનારની લીલી પરિક્રમાએ જતા ભક્તો માટે મોટા સમાચાર, જાણો વરસાદ બાદ પ્રશાસને શું લીધો મોટો નિર્ણય
Junagadh: ગિરનારની લીલી પરિક્રમાએ જતા ભક્તો માટે મોટા સમાચાર, જાણો વરસાદ બાદ પ્રશાસને શું લીધો મોટો નિર્ણય
Rain: રાજ્યમાં વાવાઝોડા સાથે  ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે  આપી ચેતવણી
Rain: રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Rain Forecast: મોડાસા માર્કેટ યાર્ડનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વરસાદને પગલે બે દિવસ યાર્ડ બંધ રખાશે
Rain Forecast: મોડાસા માર્કેટ યાર્ડનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વરસાદને પગલે બે દિવસ યાર્ડ બંધ રખાશે
Sardar Patel 150th Birth Anniversary: 'દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો', એકતા દિવસ કાર્યક્રમમાં પીએમ મોદી
Sardar Patel 150th Birth Anniversary: 'દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો', એકતા દિવસ કાર્યક્રમમાં પીએમ મોદી
WhatsApp પર આવી રહ્યું છે  Facebook જેવું નવું ફીચર! હવે પ્રોફાઇલ પર લગાવી શકશો શાનદાર કવર ફોટો, જાણો કેવી રીતે
WhatsApp પર આવી રહ્યું છે Facebook જેવું નવું ફીચર! હવે પ્રોફાઇલ પર લગાવી શકશો શાનદાર કવર ફોટો, જાણો કેવી રીતે
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
Gujarat Rain: 2 નવે. સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યારથી પડશે કાતિલ ઠંડી ?
Gujarat Rain: 2 નવે. સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યારથી પડશે કાતિલ ઠંડી ?
Embed widget