Vadodara: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરામાં બાળકની ટાઈ હિંચકાના હૂકમાં ફસાતા મોત
Vadodara: વડોદરાના નવાપુરાના લક્ષ્મી ફ્લેટના ત્રીજા માળના મકાનમાં એક 10 વર્ષનું બાળક પોતાના ઘરે હિંચકા પર રમી રહ્યું હતુ
Vadodara: ગુજરાતમાં ફરી એકવાર માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, આ વખતે આ કિસ્સો વડાદરામાંથી સામે આવ્યો છે. અહીં એક 10 વર્ષના બાળકના ગળામાં રહેલી ટાઇ હિંચકાના હૂકમાં ફસાઇ જતા મોત નીપજ્યુ હોવાના સમાચાર છે. આ ઘટના વડોદરાના નવાપુરા વિસ્તારની છે, જ્યાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નીપજ્યું છે.
ઘટનાની વિગતો એવી છે કે, વડોદરાના નવાપુરાના લક્ષ્મી ફ્લેટના ત્રીજા માળના મકાનમાં એક 10 વર્ષનું બાળક પોતાના ઘરે હિંચકા પર રમી રહ્યું હતુ, આ દરમિયાન અચાનક હીંચકાના હૂકમાં ટાઈ ફસાઇ ગઇ હતી. ઘરની બહાર લગાવેલા હીંચકામાં બાળક રમતું હતુ. ત્યારે 10 વર્ષીય રચિત પટેલના ગળે ટાઈ વીંટાઈ ગઇ હતી, આ દરમિયાન તેને ગળેટૂંપો આવી ગયો હતો, જોકે, પિતાની નજર પડતા બાળકને હીંચકામાંથી ઉતારી તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. હૉસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતુ. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, 20 વર્ષની રાહ બાદ આ દંપતીના ઘરે સંતાનનો જન્મ થયો હતો.
આ પણ વાંચો
વડોદરામાં બુટલેગરોએ SMCની ટીમ પર કર્યો પથ્થરમારો, સ્વબચાવમાં અધિકારીએ ફાયરિંગ કર્યું