Vadodara: પરિવારની સામુહિક આત્મહત્યા, પિતાએ ગળા પર છરીના ઘા માર્યા
Vadodara News: આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનું માહિતી મળી રહી છે. માતા નયનાબેન, પુત્ર મિતુલનું મોત નીપજ્યું છે, જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Vadodara: વડોદરામાં સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આત્મહત્યા કરી છે. આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનું માહિતી મળી રહી છે. માતા નયનાબેન, પુત્ર મિતુલનું મોત નીપજ્યું છે, જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માતાએ ઝેરી દવા, પુત્રએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર હતી. જ્યારે પિતાએ ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા.
સચીનની હત્યાના બનાવના ત્રણેય આરોપીઓની આજે મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. સચીન ઠક્કરની હત્યાના બનાવમાં પકડાયેલા પાર્થ પરીખ અને તેના બે સાગરીતો વાસિક અને વિકાસની ધરપકડ કરાયા બાદ આજે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે સચીનની સાથે ઇજાપામેલા પ્રિતેશ ઠક્કર અને હુમલાખોરોએ જેના પર હુમલો કર્યો હતો તે રેસ્ટોરન્ટના કર્મચારી પુનિત ચૌધરીને હાજર રાખી ઓળખપરેડ કરાવી હતી. સચીન પર ખૂની હુમલો થયો તે દિવસે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સચીન અને તેની પત્ની રીમા વચ્ચે છેલ્લી વાતચીત થઇ હતી.જેમાં સચીને કહ્યું હતું કે,હું પ્રિતેશ સાથે જમવા જવાનો છું.તમે લોકો મારી રાહ ના જોઇશ અને તમે લોકો જમી લેજો.રીમા સાથેનો સચીનનો આ કોલ છેલ્લો કોલ બની રહ્યો હતો. સચીન અને પ્રિતેશ પર હુમલો કરી એક્સયુવી કારમાં ભાગેલો પાર્થ અને તેના બે સાગરીતો દાહોદના ભરથાણા ટોલનાકા પર અટવાયા હતા.ત્યાં કારનો નંબર જોઇ તેમને રોકવાનો પ્રયાસ થતાં પાર્થને શંકા ગઇ હતી અને તે કાર રીવર્સમાં લઇ ઓરવાણા વાળા માર્ગે દાહોદ ગયો હતો.જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ભરથાણા ટોલ નાકાના ફૂટેજ મેળવવા માટે રવાના થનાર છે.