Vadodara: પિતાએ મૃત માનીને પુત્રના કર્યા અંતિમ સંસ્કાર, પછી બન્યું એવું કે બધા ચોંકી ગયા
Vadodara News: મૃતક પાસેથી મળેલી ચાવીઓનું ઝૂમકું અને શરીરે પહેરેલા કપડાંને કારણે મૃતદેહ ઓળખવામાં ભૂલ થઈ હતી. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ ગયા હતાતે જીવિત પરત આવતા ચકચાર મચી ગઇ છે.
Vadodara News: વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતાએ તેના પુત્ર જેવા જ દેખાતા યુવકના અગ્નિસંસ્કાર કર્યા હતા. પુત્ર સાંજે ઘરે આવતા મામલો સામે આવ્યો હતો. પુત્ર એક મહિનાથી ગુમ થયો હતો. જેથી છાણી પોલીસને અજાણ્યા વ્યક્તિ નો મૃતદેહ મળતા સંજયભાઈના પરિવારે ઓળખ કરી અંતિમસંસ્કાર કર્યા હતા. મૃતક પાસેથી મળેલી ચાવીઓનું ઝૂમકું અને શરીરે પહેરેલા કપડાંને કારણે મૃતદેહ ઓળખવામાં ભૂલ થઈ હતી. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ ગયા હતાતે જીવિત પરત આવતા ચકચાર મચી ગઇ છે.
શું છે મામલો
16 જૂનના રોજએ છાણી પોલીસને એક અજાણ્યા પુરૂષની લાશ દુમાડ ચોકડીથી જી.એસ.એફ.સી.તરફ જતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડના થાંભલા પાસેથી મળી આવી હતી.તેના શરીર પર ઇજાના કોઇ નિશાન નહતા.પોલીસે 45 વર્ષના અજાણ્યા મૃતકની લાશ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજાણ્યા પુરૂષની લાશની ઓળખ માટે પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.તે દરમિયાન વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.અને અજાણી લાશને જોઇને પોલીસને કહ્યું હતું કે, આ લાશ મારા પુત્ર સંજય (ઉ.વ.49) ની છે.પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા પછી તેમજ મૃતકના આ કહેવાતા પિતા તથા અન્ય સંબંધીઓને આ લાશ સોંપી હતી.અને સંબંધીઓએ લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.તે સંજય રાતે ઘરે પરત આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તરત છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો.છાણી પોલીસ પણ આ વાત સાંભળીને દોડતી થઇ ગઇ હતી.
પોલીસે તરત સયાજી હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી.અને સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.તે ડેડ બોડીના રેકર્ડમાં ફરીથી સુધારો કરી અજાણી લાશ એમ લખી દેવામાં આવ્યું હતું.
લાશ ઓળખવામાં પરિવારજનો ખાઈ ગયા થાપ
શનાભાઇ સોલંકીનો પુત્ર સંજય ડ્રાઈવિંગ કરે છે.પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર, સંજય અવાર-નવાર ઘર છોડીને જતો રહેતો હતો.છેલ્લા ત્રણ ચાર મહિનાથી તે ઘર છોડીને જતો રહ્યો હતો. એક મહિના પહેલા સંજય અને તેના પિતા દુમાડ ચોકડી પાસે મળી ગયા હતા.બંને પિતા પુત્ર ગાડીનો ફેરો કરવા માટે મંજુસર ગયા હતા.તે સમયે સંજય મેલા ઘેલા કપડામાં હોઇ બે જોડી કપડા પણ અપાવ્યા હતા. શના ભાઇને અજાણી લાશની જાણ થતા તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે હોસ્પિટલમાં ખરાઇ કરવા માટે ગયા હતા.ડેડ બોડી ફૂલી ગઇ હતી.પરંતુ,જે કપડા હતા, તે કપડા પરથી તેમણે મૃતક પોતાનો પુત્ર હોવાનું નક્કી કર્યુ હતું.અને લાશ ઓળખવામાં તેઓ ભયંકર મોટી થાપ ખાઈ ગયા હતા.