Vadodara : ખૂદ પિતાએ જ પુત્રને કુહાડીના ઘા મારીને પતાવી દીધો, કારણ જાણીને ચોંકી જશો
નિંદર માણતા પુત્રને કુહાળીના ચાર- પાંચ ઘા મારતા મોત નીપજ્યું છે. પુત્રનુ ઢીમ ઢાળી પિતા ફરાર થઈ ગયા હતા. જોકે, વાઘોડિયા પોલીસે વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે.
વડોદરાઃ વાઘોડિયાના કોટંબી ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. સાંજે જમતી વખતે પિતા પુત્રની સામાન્ય બોલાચાલી થતાં ઊશ્કેરાયેલ પુત્રે બાપને બે ચાર લાત મારી દીધી હતી. પિતાએ લાતની અદાવત રાખી રાત્રીના બારેક વાગ્યે પુત્રને કુહાળીના ઘા માર્યા હતા.
નિંદર માણતા પુત્રને કુહાળીના ચાર- પાંચ ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પુત્રનુ ઢીમ ઢાળી પિતા ફરાર થઈ ગયા હતા. જોકે, વાઘોડિયા પોલીસે હત્યારા પિતાને શોઘવા ચાર ટીમ બનાવી હતી અને વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે. વાઘોડિયા પોલીસે હત્યારા પિતાની પુછપરછ આરંભી છે.
અન્ય એક ઘટનામાં ગઈ કાલે મોરબીના લખધીરપુર પર રોડ પર સીરામીકમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રેડિયન્ટ એનર્જી સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી મૃતદેહ મળ્યો છે. છરીના ઘા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થયા બી ડિવિઝન પોલિસ પી આઈ વિરલ પટેલ સહિતની સ્ટાફ દોડી ગયો ગયો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે. માતાએ આપઘાત કરી લેતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પતિના અનૈતિક સંબંધથી પત્ની રોષે ભરાઈ હતી. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી.
કોઠારીયા સોલવન્ટમાં રહેતી રીના પરમાર (ઉં.વ.28)એ પતિના આડાસંબંધથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આજે વહેલી સવારે રીનાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ અને પતિને ફોન કરી જાણ કરી હતી.
બનાવની જાણ થતાં ભાઈએ ઘરે દોડી જઇ બહેનને સારવાર અર્થે પ્રથમ મવડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. પરતું સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
મૃતક પરણીતાને સંતાનમાં એક દિકરો છે અને એક દિકરી છે. પરણીતાના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ ડ્રાઇવીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અંતે આત્મધાતી પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં પણ ખુલવા પામ્યું છે.