શોધખોળ કરો
Advertisement
વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના આઈસીયુ વોર્ડમાં લાગી આગ, મોબાઈલ ફોનની લાઇટના અજવાળે કરાઈ બચાવ કામગીરી, જાણો વિગતે
આગના કારણે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે દર્દીઓને મોબાઈલ ફોનના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસક્યૂ કામગીરી દરમિયાન તાત્કાલિક સારવાર વિભાગની નીચે રસ્તા પર બેડ મુકીને દર્દીઓની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
વડોદરાઃ અમદાવાદ, જામનગર બાદ વડોદરાની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મંગળવારે સાંજે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ બાદ 100 જેટલા દર્દીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આઈસીયુ વોર્ડના વેન્ટિલેટરના મોનિટરમાં શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. આગના કારણે આખા ફ્લોર પર ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા.
આગના કારણે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે દર્દીઓને મોબાઈલ ફોનના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસક્યૂ કામગીરી દરમિયાન તાત્કાલિક સારવાર વિભાગની નીચે રસ્તા પર બેડ મુકીને દર્દીઓની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને કામગીરી શરૂ કરી દીધી હતી. આ ટીમે હોસ્પિટલના સ્ટાફની સાથે પેશન્ટોને નીચે ઉતારવાની કામગીરી કરી હતી.
સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં લાગેલી આગ ધમણ વેન્ટિલેટરમાં થયેલા બ્લાસ્ટના કારણે લાગી હોવાની આશંકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion