Vadodara: પતિને લગ્ન પહેલા હતા ભાભીની બહેન સાથે શારીરિક સંબંધ, પત્નીને પડી ખબર ને પછી.....
વડોદરાની યુવતીના વર્ષ 2019માં દિલ્લીના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્નના દસ દિવસ પછી જ પતિએ લગ્નમાં ફક્ત બાઇક જ આપ્યું છે, કાર આપી નથી. તેમજ પત્નીને કાર નહીં આપે તો તેને કાઢી મૂકીશ, તેમ કહીને મહેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું.
વડોદરાઃ શહેરની યુવતીએ પોતાના જ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીએ આક્ષેપ લગાવ્યો છે કે, તેના પતિને લગ્ન પહેલા તેના ભાભીની નાની બહેન સાથે અનૈતિક સંબંધો હતા. આ અંગે યુવતીને તેની જેઠાણીએ પણ કહ્યું હતું કે, તારા પતિ સાથે મારી બહેનના લગ્ન થવાના હતા, પણ તારા લગ્ન થઈ ગયા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડોદરાની યુવતીના વર્ષ 2019માં દિલ્લીના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્નના દસ દિવસ પછી જ પતિએ લગ્નમાં ફક્ત બાઇક જ આપ્યું છે, કાર આપી નથી. તેમજ પત્નીને કાર નહીં આપે તો તેને કાઢી મૂકીશ, તેમ કહીને મહેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું.
લગ્ન પછી યુવતીને તેની જેઠાણીએ ધમકી આપતાં કહ્યું હતું કે, તારા પતિ સાથે મારી બહેનના લગ્ન થવાના હતા, પણ તારા લગ્ન થઈ ગયા છે. તારા પિતા કાર નહીં આપે તો છૂટાછેડા કરી મારી બહેન સાથે લગ્ન કરાવી દઇશું. જોકે, થોડા સમય પહેલા યુવતીના જેઠાણીનું નિધન થઈ ગયું હતું.
આ સમય દરમિયાન પતિ પોતાની પત્નીને ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં લઈ ગયો હતો. અહીં તેને પત્નીને માર મારતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી પડી હતી. અહીંથી યુવતીને તેના પિતા વડોદરા લઈ આવ્યા હતા. આ પછી યુવકે પત્નીને તેડી જવા કારની માંગણી કરી હતી અને કાર લેવા માટે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. આ અંગે યુવતીએ પતિ સામે શારીરિક-માનસિક અને દહેજની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.