Vadodara : દારૂની મહેફિલ પછી મિત્રે નશામાં જ યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી...
લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં વિદ્યાર્થિની રહેતી હતી. મૃતક વિદ્યાર્થિનીએ તેના ત્રણ મિત્રો જેમાં એક યુવતી અને બે યુવકો સાથે રૂમમાં દારૂની મહેફિલ યોજી હતી. નશો કરતા મૃતક યુવતીએ ભાન ગુમાવતાં તેના મિત્ર દુષ્કર્મ આચર્યું હતું.
વડોદરાઃ 19 વર્ષીય કબડ્ડી પ્લેયર અને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર તેના જ મિત્રે દુષ્કર્મ કરતાં આઘાતમાં આવી આપઘાત કરી લીધો હતો. લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં વિદ્યાર્થિની રહેતી હતી. મૃતક વિદ્યાર્થિનીએ તેના ત્રણ મિત્રો જેમાં એક યુવતી અને બે યુવકો સાથે રૂમમાં દારૂની મહેફિલ યોજી હતી. નશો કરતા મૃતક યુવતીએ ભાન ગુમાવતાં તેના મિત્ર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો બનાવ્યો વીડિયો હતો. લક્ષ્મીપુરા પોલીસે યુવતીના બંને મિત્રોની ધરપકડ કરી છે. એટલું જ નહીં, યુવતી પાસેથી સૂસાઇડ નોટ પણ મળી આવી છે.
આ અંગેની વિગતો એવી છે. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. પોસીસ તપાસમાં મિત્રો સાથે ડ્રિન્ક્સ પાર્ટી યોજ્યા બાદ યુવતી સાથે એક યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
નશો ઉતર્યા પછી યુવતીને આ વાતની જાણ થતાં તે ડઘાઇ હતી અને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા યુવતીએ પોતાના પર થયેલા બળાત્કાર અંગે આપવીતી કહેતો વીડિયો બનાવ્યો હતો. તેમજ સૂસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે મોડી રાતે બળાત્કારનો ગુનો નોંધી 2 યુવકની અટકાયત કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે તબીબી રિપોર્ટ હજી બાકી છે.
યુવતીએ ગઈ કાલે સવારે 10.30 વાગ્યે પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ દીકરી પર ગેંગરેપનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઇ હતી.
6 મહિના પહેલા માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી એવા 2 યુવક મિત્રો અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂની પાર્ટી કરી હતી. દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં એક યુવકે તેનો ફાયદો ઉઠાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
સવારે યુવતી ભાન આવ્યા બાદ તેને પોતાની સાથે બળાત્કાર થયો હોવાની ખબર પડી હતી. બીજી તરફ યુવતીને બળાત્કારનો અંદેશો આવી જતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતાં. આ પછી ડઘાી ગયેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
અંતે શુક્રવારે સવારે તેણે નજીકમાં રહેતા પિતાના ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી બે યુવકની અટકાયત કરી હતી. બંને યુવકોએ મંગળવારે રાત્રે બનેલી ઘટનાને સમર્થન આપ્યું હતું. પોલીસે મહેફિલમાં હાજર યુવતીની શોધખોળ હાથ ધરી છે.
યુવતીએ મિત્રને કોલ કરી હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે, હું કયા મોઢે મારા પપ્પાને વાત કરીશ. તેણે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ અંગે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ પરિવારે સ્વીકારવાનો ઇનકાર કરતાં પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ કોલ્ડરૂમમાં મુકાવ્યો હતો.