![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara: રાજ્યના આ જાણીતા શહેરમાં શાસક પક્ષના નેતાનું વિચિત્ર ફરમાન, 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો
Vadodara News: કોર્પોરેશનની સામાન્ય સભા હોય ત્યારે વર્ષોથી સભા દરમિયાન ભાજપના કાઉન્સિલરો માટે પક્ષના કાર્યાલયમાંથી નાસ્તાની વ્યવસ્થા કરાતી હોય છે.
![Vadodara: રાજ્યના આ જાણીતા શહેરમાં શાસક પક્ષના નેતાનું વિચિત્ર ફરમાન, 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો Vadodara: if you want to snack over Rs 500 bring tiffin from your home Vadodara: રાજ્યના આ જાણીતા શહેરમાં શાસક પક્ષના નેતાનું વિચિત્ર ફરમાન, 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/22/f31444b61eedc8ae63b20f2efaf194ce_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadodara News: ભાજપ શાસિત વડોદરા મહાનગર પાલિકામાં શાસક પક્ષના નેતાએ વિચિત્ર ફરમાન કર્યું છે. જે મુજબ 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લાવવાનું રહેશે. ભાજપના શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા સાથે ભાજપની મહિલા કોર્પોરેટરોને નાસ્તા માટે રકઝક થઈ હતી. જે બાદ સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે નાસ્તો મંગાવી મામલો થાળે પાડ્યો હતો.
કોર્પોરેશનની સામાન્ય સભા હોય ત્યારે વર્ષોથી સભા દરમિયાન ભાજપના કાઉન્સિલરો માટે પક્ષના કાર્યાલયમાંથી નાસ્તાની વ્યવસ્થા કરાતી હોય છે. જોકે મહિલા કોર્પોરેટરોએ સ્થાઈ સમિતિના અધ્યક્ષને રજુઆત કરતા તેમણે મામલો થાળે પાડ્યો હતો.
બનેવીએ સગીર સાળી પર બગાડી નજર, પરાણે સંબંધો બાંધી રાખી દીધો ગર્ભ
થરાદના ભાચરમાં બનેવીએ સાળી ઉપર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. સગીર વયની સાળી ઉપર બનેવીએ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે. બનેવીએ એકલતાનો લાભ લઇ સાળીને હવસનો શિકાર બનાવી હતી. સગીર વયની સાળીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો હતો. પરિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોકરીના બહારને યુવતીને બોલાવી હોટલમાં ને પછી....
ફરીદાબાદમાં એક યુવતીને નશીલી દવા પીવડાવીને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવકે પાણીમાં નશીલો પદાર્થ નાંખ્યા બાદ તે યુવતીને પીવડાવ્યુ હતું. યુવતી બેભાન થતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પિયુષે યુવતીને ઈન્ટરવ્યુના બહાને હોટલમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે NIT મહિલા પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તેણે સેક્ટર-15માં રહેતા પિયૂષ પાસે નોકરી માટે અરજી કરી હતી. 16 જૂને પિયુષે સેક્ટર-21સી સ્થિત પાર્ક પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી હતી. આરોપી તેને એક રૂમમાં લઈ ગયો. ઇન્ટરવ્યુ માટે રૂમ બુક કરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આરોપીએ ઇન્ટરવ્યુ લીધો હતો.
આ દરમિયાન આરોપીએ તેને પીવા માટે પાણી આપ્યું, પાણી પીધા બાદ થોડીવારમાં તે બેહોશ થઈ ગઈ. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે બેભાન હતી ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે ભાનમાં આવી ત્યારે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો. પીડિતાએ માતાને ઘટનાથી વાકેફ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)