Vadodara: યુવકે સગીરા સાથે ફોઈને ઘરે માણ્યું શરીર સુખ, કેનાલમાં પણ બાંધ્યા શરીર સંબંધ ને પછી.........
યુવક સગીરાને તેની ફોઇના ઘરે લઈ ગયો હતો અને અહીં તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા અને સગીરાના અશ્લી ફોટા પણ પાડી લીધા હતા. આ પછી સગીરાને પરિવારને જાનથી મારી નાંખવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.
વડોદરાઃ ડભોઈના વસઈ ગામની સગીરાને ફોઇના ઘરે લઈ જઈ યુવકે પરાણે શરીર સંબંધ બાંધ્યા પછી બે વર્ષ સુધી સગીરાને ફોટા વાયરલ કરવાની અને પરિવારના સભ્યોને મારી નાંખવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે હવસખોર યુવક અને મદદ કરનાર તેની બહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના સેવાલિયા ગામનો યુવક છેલ્લા 2 વર્ષથી વસઇ ગામે આવતાં હતો. દરમિયાન તેને ભોગ બનનાર સગીરા સાથે સંપર્ક થયો હતો અને પછી યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. એક દિવસ યુવક સગીરાને તેની ફોઇના ઘરે લઈ ગયો હતો અને અહીં તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા અને સગીરાના અશ્લી ફોટા પણ પાડી લીધા હતા. આ પછી સગીરાને પરિવારને જાનથી મારી નાંખવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.
દરમિયાન હવસખોર તેને ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી કેનાલ પર પરાણે લઈ ગયો હતો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અહીં પણ પરાણે શરીરસુખ માણ્યું હતું. જેને કારણે સગીરા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.
આ પછી સગીરાએ યુવકને મળવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન આરોપીની બહેને સગીરાને મારા ભાઈ સાથે કેમ સંબંધ રાખતી નથી અને મારો ભાઈ બોલાવે ત્યારે મળવા આવવું પડશે નહીંતર તને બદનામ કરી દેશું અને તારા લગ્ન નહીં થવા દઈએ તેવી ધમકી આપી હતી. આથી સગીરા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેમજ બંનેના ત્રાસથી છૂટવા સગીરાએ પરિવારને જાણ કરતાં બંને ભાઈ-બહેન સામે ફરિયાદ કરતાં પોલીસ ગુનો નોંધી આગળનીી કાર્યવાહી હાથ ધરી છે.