શોધખોળ કરો

Vadodara : વડોદરા જમાઇએ રસોડામાં સાસુની હથોડીના ઘા મારીને કરી નાંખી હત્યા, લોહીના ખાબોચિયા ભરાયા

માંજલપુરમાં જમાઇએ સાસુની હથોડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. જમાઇએ ઘરના રસોડામાં સાસુની હથોડીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાંખી હતી.

વડોદરાઃ વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટી સ્થિત ઘરમાં જમાઇએ સાસુની હથોડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. જમાઇએ ઘરના રસોડામાં સાસુની હથોડીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યાને પગલે આખા રસોડામાં લોહીના ખાબોચિયા ભરાયા હતા. 

ખૂદ જમાઇએ જ સાસુની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાસુ સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં જમાઈએ હત્યા કરી નાંખી હતી. જમાઈ વિશાલ અમીન દ્વારા પોતાના જ સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થયો હતો. તેમજ પોતે હત્યા કરી ગુનો આચાર્યો હોવાની કબૂલાત કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. પોલીસ દ્વારા પાડોશીઓ ના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક તેમના પતિ અને પુત્ર બંગલામાં રહે છે. મૃતક ઉંમર લાયક છે. તેમના હસબન્ડની ઉંમર 88 વર્ષ છે. મૃતકની ઉંમર પણ 75 વર્ષ આસપાસ છે. બહેનનું મર્ડર થયું છે અને તે તેમના જમાઇએ કર્યું છે. ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હત્યા પછી જાતે જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે, મૃતકનો દીકરા સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. એને પકડવાનો બાકી છે. તેની સામે વોરન્ટ પણ કાઢવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ તેમની દીકરી સાથે તેમને અણબનાવ પણ થયો હતો. તપાસ પછી સાચી હકિકત સામે આવશે. હથોડી મારીને હત્યા કરી હોવાનું જણાઇ આવે છે. 

Kutch : અબડાસાના નૂધાતડમાં યુવકે યુવતીની કુહાડીના ઘા મારીને કરી નાંખી હત્યા, પછી જે કર્યું તે વાંચી હચમચી જશો

અબડાસાઃ કચ્છમાં અબડાસા તાલુકાના નૂધાતડ તાલુકામાં 28 વર્ષીય પરણીતાની યુવકે કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે યુવતીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. આ હત્યાનો બનાવ ગત શુક્રવારે બપોરે બન્યો હોવાનું સામે આવ્યું છે. 

શુક્રવારે સાંજે ભાનુશાલી સમાજના સ્મશાનની બાજુમાંથી 28 વર્ષીય પરણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઠારા પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમની હત્યા તેમના જ કૌટુંબિક યુવક દ્વારા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસ તપાસમાં યુવતીની હત્યા કર્યા પછી પોતે પણ વાડીએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસને હત્યારો વાડીએ  બેભાન હાલતમાં મળી આવ્યો હતો. 

હત્યારા યુવકને પોલીસે ભૂજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યારે મૃતક પરણીતાની લાશ પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની ચર્ચા છે. આ હત્યા કેસમાં પરણીતાના પતિએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી હત્યાનું સાચું કારણ સામે આવી શકે છે. 

પરણીતાની હત્યા પછી યુવકે વાડીમાં જીવતો વીજ વાયર પકડીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં તેનો હાથ દાઝી ગયો હતો. આ પછી તેણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Embed widget