Vadodara : નવલખી સામૂહિક દુષ્કર્મ કેસ, કોર્ટે બંને આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
નવલખી ગેંગ રેપ કેસનો મામલે કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ખાસ સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે આપી માહિતી.
વડોદરાઃ નવલખી ગેંગ રેપ કેસનો મામલે કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ખાસ સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે આપી માહિતી. કિશન અને જશોને આજીવન કેદની સજા કોર્ટે ફટકારીઆરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકી દોષિત જાહેર કર્યા છે. પોસકોની કલમ 6/1 મુજબ દોષિત ઠેરવ્યા છે. 6/1 ની કલમ માં ફાંસીની સજાની જોગવાઈ છે. ખાસ સરકારી વકીલે ફાંસી આપવા માંગ કરી હતી. IPCની કલમ મુજબ ગેંગ રેપમાં પણ દોષિત ઠેરવાયા છે. નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો
આરોપીઓ સેન્ટ્રલ જેલથી ઓનલાઇન જોડાયા હતા. વર્ચ્યુઅલ ચુકાદો જાહેર થયો. આરોપીઓના વકીલ અલ્પેશ ચૌહાણે કહ્યું, અમારા પક્ષમાં ચુકાદો નહીં આવે તો ઉપલી કોર્ટમાં ન્યાય માટે જઈશું. 1565 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. 28 નવેમ્બર 2019 ના રોજ નવલખી મેદાન ખાતે ગેંગરેપ થયો હતો. કિશન કાળું માથાસૂરિયા અને જશો વનરાજ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ગુજરાતમાં બુધવારે અકસ્માતોની વણઝારઃ અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદઃ ગુજરાતમાં બુધવાર ગુજારો સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોરબીના હળવદ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે જામનગરમાં ટ્રીપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સિવાય ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક મળી કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમજ અન્ય લોકો ઘાયલ પણ થયા છે.
હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.
કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે.
જામનગરમાં કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો. રીનારી ગામના પાટિયા થી ટોડા ગામ તરફ જતા રોડ પર બાઈક અને કારને છકડાએ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ અકસ્માત માં બાઈક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં 4 પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
નવસારીમાં અમલસાડ ફાટક પર સરકારી અનાજ ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. ટેમ્પોનો બ્રેક ફેલ હતા ફાટક પર ઊભેલી એક મહિલાને અડફેટે લીઘી હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે. રેલવે ક્રોસિંગ તોડી ટેમ્પો રેલવે ટ્રેકની મેન લાઈન નજીક પહોંચ્યો. ટેમ્પો અને મેઇન લાઇનથી થોડાક અંતરમાં ટ્રેન પસાર થતા લોકોનો જીવ અધ્ધર થયો. સ્થાનિક લોકોએ સમય સુચકતાથી મોટી હોનારત ટળી. ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.