Vadodara News: મંદિરે દર્શન કરવા જતી હતી પરિણીતા, વિધર્મી ખેંચી ગયો ઝાડીમાં ને પછી....
Vadodara: બનાવ ને પગલે પરિણીતાએ તેના પતિને જાણ કરતા અંતે નરાધમ આમિર સામે ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં જ છાણી પોલીસે આમિર પઠાણની ધરપકડ કરી હતી.
Vadodara Crime News: વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેના વિસ્તારમાં જ રહેતા યુવક પર વિશ્વાસ કરવાનું ભારે પડ્યું હતું. મહિલાને ઝાડીઓ માં ખેંચી જઈ દુષ્કર્મ ગુજારનાર પરિચિત વિધર્મીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
શું છે મામલો
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી પરિણીતા માતાજી ની ભક્ત હતી. પરિણીતા છાણી ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જતી હતી. આ દરમિયાન પરિણીતાના ઘર પાસે જ રહેતો આમિર પઠાણ બાઇક લઈને તેની પાસે આવ્યો હતો અને તે પણ મંદિર તરફ જતો હોવાનું અને પરિણીતાને છોડી દેશે તેમ કહ્યું હતું. પરિણીતા વિધર્મી આમિર પર ભરોસો કરી તેની બાઇક પાછળ બેસી ગઈ હતી.પરંતુ મંદિર પાસે પહોચતા પહેલા જ મેલી મુરાદ લઈને આવેલા આમિરે પરિણીતાને બાઇક મૂકી ઝાડીઓમાં ખેંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બનાવ ને પગલે પરિણીતાએ તેના પતિને જાણ કરતા અંતે નરાધમ આમિર સામે ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં જ છાણી પોલીસે આમિર પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસે શું કહ્યું
એસીપી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, પરિણીતા અને આરોપી આમિર એક બીજાને ઘણા સમયથી ઓળખતા હતા. જેથી તેઓ જ બાઇક પર બેસીને ગયા હતા અને બાદમાં આમિરે વિશ્વાસઘાત કરી દુષ્કર્મ આચર્યું હતું.. પોલીસે બાઇક સહિતના પુરાવા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં સિનિયર સિટિઝનો તેમજ યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેમના મોર્ફ કરેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા રાજસ્થાનના મેવાતી ગેંગના બે ભાઇઓની રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પોલીસને પ્રાપ્ત થઇ છે. યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મીઠી વાતોમાં તેમજ ડાઉનલોડ કરેલા ન્યૂડ વીડિયો બતાવી સિનિયર સિટિઝન કે અન્ય લોકોના મોર્ફ કરેલા વીડિયો બનાવીને છેતરપિંડી કરવાના બનાવમાં વડોદરા સાયબર સેલે રાજસ્થાનના દૌસા જિલ્લાના કોટ ગામના સાજીદ અને માજીદ નામના બે ભાઇઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા.
એસીપી હાર્દિક માંકડિયાએ કહ્યું હતું કે, બંને ભાઇઓ કમિશનથી લીધેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા તેમજ ડમી સિમકાર્ડ મેળવી લોકોને ઠગતા હતા.જેથી બેન્ક એકાઉન્ટ હોલ્ડર અને સિમકાર્ડ હોલ્ડરની પણ ધરપકડ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે,ઠગ ગેંગ દ્વારા ભાડે લીધેલા બેન્ક એકાઉન્ટ થોડો સમય ઉપયોગ કર્યા બાદ બદલી નાંખવામાં આવતા હોય છે.કોટ ગામના સંખ્યાબંધ યુવકો ઠગાઇ કરવામાં વ્યસ્ત હોવાની પણ માહિતી જાણવા મળી છે.