Vadodara News: દરગાહેથી દર્શન કરી પરિવાર પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 5 વર્ષની બાળકી સહિત બેના મોત
વડોદરા: રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી અને 42 વર્ષીય રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
વડોદરા: રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી અને 42 વર્ષીય રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સાથે સાથે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અકસ્માત સમયે રીક્ષામાં સાત મુસાફરો સવાર હતા. દરગાહેથી દર્શન કરી પરિવાર પરત આવતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. 3 બાળકો સહિત 7 લોકો રીક્ષામાં સવાર હતા. અકસ્માતને પગલે રસ્તા પર અરેરાટી મચી ગઈ હતી અને હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
લંગરમાં સેવા કરતા મહિલાનું મશીનમાં માથું આવી જતા કમકમાટીભર્યું મોત
વારસિયા વિસ્તારમાં સેવાભાવી મહિલાનું કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. વારસિયા વિસ્તારમાં આવેલ ગુરુનાનક સિંધુ ભવન ખાતે આ કરુણ ઘટના બની છે. રોટલી બનાવતી વખતે મશીનમાં માથું આવી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. મહિલાનો દુપટ્ટો મશીનમાં આવતા તેઓ ખેચાયા હતા અને માથું મશીનમાં આવી ગયું હતું. 60 વર્ષીય મૃતક ભારતી ગોપલાની વર્ષોથી લંગરમાં સેવા આપતા હતા. મૃતદેહને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સેવાભાવી મહિલાના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial