શોધખોળ કરો

News: વડોદરાના ઐતિહાસિક સ્થળ લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું 71 કરોડના ખર્ચે કરાશે રિનૉવેશન, જાણો

વડોદરા શહેરમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, વડોદરામાં હવે આવા ઐતિહાસિક સ્થળોનું નવનિર્માણ કરવાની કામગીરી શરૂ કરાશે

Vadodara News: વડોદરા શહેરમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, વડોદરામાં હવે આવા ઐતિહાસિક સ્થળોનું નવનિર્માણ કરવાની કામગીરી શરૂ કરાશે, હાલમાં રિપોર્ટ પ્રમાણે શહેરમાં આવેલા સૌથી પ્રાચીન અને ઐતિહાસિક લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું રિનૉવેશન કરાશે, આ માટે 71 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં બહુ જલદી ઐતિહાસિક લાલકોર્ટ અને ન્યાય મંદિર બિલ્ડિંગનું રિનૉવેશનનું કામ શરૂ થશે, લગભગ 71 કરોડના ખર્ચે આ રિનૉવેશન કામ હાથ ધરાશે, આ કામગીરીને 3 તબક્કામાં પુરી કરવામાં આવશે. ખાસ વાત છે કે, અહીં ક્લાસિક કાફે અને આર્ટ ગેલેરી પણ બનશે, જેમાં મહાનુભાવોના ચિત્રો મુકવામાં આવશે. આમાં સયાજીરાવ ગાયકવાડના ચિત્રો માટે ખાસ જગ્યા રખાશે. આ ઉપરાંત ઐતિહાસિક સ્મારકો -સ્મરણો માટે પ્રદર્શની મુકાશે. આ ઇમારતો છેલ્લા ઘણા વર્ષોથી ખાલી પડેલી છે, હવે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવશે.

News: વડોદરાના ઐતિહાસિક સ્થળ લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું 71 કરોડના ખર્ચે કરાશે રિનૉવેશન, જાણો

રાજ્યમાં વધુ એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત, વડોદરામાં 57 વર્ષીય દર્દીનું થયું મોત

ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય દર્દીનું H1 N1 ઇન્ફ્લુએન્ઝાનાં કારણે મોત થયું છે. દર્દીને h1n1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને એસએસજી હોસ્પિટલ રિફર કરાયો હતો. દર્દીનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

આ લોકોને સૌથી વધુ જોખમ

બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, COPD, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે. આ સાથે WHO એ પણ માહિતી આપી હતી કે સ્વાઈન ફ્લૂનો મોસમી વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જૂન 2009માં WHOએ તેને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં તે કુલ 74 દેશોમાં ફેલાઈ ચૂકી હતી. તેના ફેલાવા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDC) અને નેધરલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સર્વિસ રિસર્ચ (NIVEL) સાથે મળીને એક ડેટા તૈયાર કર્યો, જેમાં આ વાયરસથી પીડિત લોકો વિશે માહિતી આપવામાં આવી હતી. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, સ્વાઈન ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝાથી થતો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. ઉપરાંત, તેના લક્ષણો કોઈપણ સામાન્ય મોસમી રોગ જેવા છે, જેમાં તાવ, ઉધરસ, છીંક આવવી, શરીરના તાપમાનમાં વધારો અથવા ઘટાડો, માથાનો દુખાવો, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

ઉચ્ચ તાવ

સ્નાયુમાં દુખાવો

ગળામાં દુખાવો

ઉધરસ

છીંક

થાક

વહેતુ નાક

ઉલટીની લાગણી

શ્વાસની સમસ્યા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget