શોધખોળ કરો

Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં હિટવેવને પગલે પ્રૌઢનું મોત થયું હતું.

Vadodara News: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં હિટવેવને પગલે પ્રૌઢનું મોત થયું હતું, જ્યારે 2 લોકોને ચક્કર આવતા અને ગભરામણ થતા એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. મકરપુરા માં રહેતા 56 વર્ષીય મનોજ સોલંકીનું ગરમીને કારણે ગભરામણ થતાં મોત થયું હતું. અલકાપુરીમાં રહેતા 49 વર્ષીય અવિનાશ યાદવને ચક્કર આવતા બેભાન થયા હતા. જ્યારે ગોરવામાં રહેતા 51 વર્ષીય સાકીર શેખને સાયકલ ચલાવતી વખતે ચક્કર આવતા બેભાન થયા હતા. આ બંને બંને દર્દીઓ ને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા.

ગોરવા ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા 51 વર્ષના સાકીરમીંયા રહીમમીંયા શેખ શુક્રવારે સવારે પોણા અગિયાર વાગ્યે સાઇકલ લઇને પોલિટેકનિક કોલેજના ગેટ  પાસેથી પસાર થતા હતા. તે સમયે અચાનક તેઓને ચક્કર આવતા તેઓ સાઇકલ પરથી નીચે પટકાતા માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મકરપુરા એરફોર્સ પાસે નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા 56 વર્ષના મનોજકુમાર  મંગળભાઇ સોલંકી ઓ ઘરે હતા તે દરમિયાન અચાનક તેઓને ગરમીના કારણે ગભરામણ થતા પરિવારજનો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.તેઓને હાર્ટનો  પણ પ્રોબ્લેમ હતો.

મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી વિપરીત, દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં બે જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે કે કલાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હિટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં અત્યંત તીવ્ર ગરમીના મોજાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં તીવ્ર ગરમીના મોજાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવજાત બાળકો, વૃદ્ધો અને હઠીલા રોગોના દર્દીઓ સહિત નબળા લોકોની કાળજી લેવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

ABP Premium

વિડિઓઝ

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

Embed widget