શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ નર્સ યુવતીને પતિના અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ હોવાની જાગી શંકા, તેણે પતિને પૂછ્યું ને.......
નર્સ પત્નીને પતિ જયેશના અન્ય યુવતી સાથેના સંબંધોની શંકા કેમ હતી એ અંગે જયશે કશું કહ્યું નથી.
વડોદરાઃ વડોદરા શહેરમાં નર્સ યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો હોવાની શંકાથી હત્યા કરનારા શિક્ષક પતિને જ અન્ય યુવતી સાથે સંબંધ હોવાની શંકાથી પત્નિ ઝગડા કરતી હોવાનું બહાર આવ્યું છે. પત્ની પોતાના ચારિત્ર પર શંકા કરીને ઝઘડો કરતી હોવાથી ઉશ્કેરાઈ જઈને તેની હત્યા કરી હોવાનું પોલીસને જણાવનારા શિક્ષક પતિ જયેશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં રવિવારે સાંજે સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સોમવારે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.
નર્સ પત્નીને પતિ જયેશના અન્ય યુવતી સાથેના સંબંધોની શંકા કેમ હતી એ અંગે જયશે કશું કહ્યું નથી. જયેશે પોતાના કોઈની સાથે સંબંધ નહીં હોવાની વાત જ કરી છે ત્યારે તેના ખરેખર કોઇ સાથે સંબંધ હતો કે કેમ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી પતિનો મોબાઇલ ફોનને જપ્ત કરીને કોલ ડિટેઈલ્સ કઢાવી છે.
આજવા રોડના અમરદીપ હોમ્સમાં રહેતાં અને ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતાં શિલ્પાબેન જયેશભાઇ પટેલ શુક્રવારે રાત્રે એક્ટિવા લઇને નોકરી પર જવા નીકળ્યા બાદ વૈકુંઠ-2ના વળાંક પાસે તેમનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેના પતિ જયેશ પટેલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી પત્ની શિલ્પા પોતાને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે એવી શંકાથી ઝગડા કર્યા કરતી હતી અને તેનાથી કંટાળી પત્નીની હત્યા કરી હતી.
શિક્ષક પતિ જયેશ પટેલે કોઇની સાથે સંબંધ ન હોવાનું કહે છે ત્યારે પોલીસે તેની પત્નીને શંકા કેમ ગઇ હતી એ જોવા માટે જયેશ પટેલનો ફોન જપ્ત કરક્યો છે. જયેશ કોની કોની સાથે સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા દ્વારા કોની સાથે વધુ સંપર્કમાં રહેતો હતો, તેને ખરેખર કોઇની સાથે સંબંધ છે કે કેમ એ સહિતના મુદ્દા પર તપાસ કરવા તેની કોલ-ડિટેઈલ્સ કઢાવી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement