Vadodara: ભુવાએ છોકરીને નિર્જન સ્થળે લઈ જઈને પરાણે બાંધ્યા શરીર સંબંધ, છોકરીને બ્લીડીંગ થવા માંડતાં ભુવાએ..........
શહેર નજીકના એક ગામમાં રહેતા અને માતાજીના ભુવા તરીકે ઓળખાતા આ શખ્શને ગામમાં રહેતી સગીરા સાથે પરિચય હતો. ભુવાએ ગમે તે રીતે છોકરીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. ભુવો અવાર નવાર ફોન કરીને સગીરા સાથે વાત કરતો હતો અને તેની સાથે નિકટતા કેળવી હતી. બે દિવસ પહેલાં ભુવાએ છોકરીને મળવા માટ હાઈવે પર પદમલા ગામ નજીકના એક મંદિર પાસે બોલાવી હતી.
વડોદરાઃ વડોદરા શહેર પાસેના નાના ગામમાં રહેતી છોકરીને ભુવાએ નિર્જન સ્થળે બોલાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ભુવાએ મંદિર પાછળ આવેલી નિર્જન જગ્યામાં છોકરી સાથે શરીર સંબંધ બાંધ્યો ત્યારે છોકરીના ગુપ્તાંગમાંથી લોહી નિકળતાં ભુવો છોકરીને છોડીને જતો રહ્યો હતો. ગામના એક માણસે છોકરીના પરિવારને જાણ કરતાં છોકરીએ પોતાની સાથે ભુવાએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરી હતી. આ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે. કોરોના ટેસ્ટ માટે ભુવાના સેમ્પલ લેવામાં આવ્યા છે.
શહેર નજીકના એક ગામમાં રહેતા અને માતાજીના ભુવા તરીકે ઓળખાતા આ શખ્શને ગામમાં રહેતી સગીરા સાથે પરિચય હતો. ભુવાએ ગમે તે રીતે છોકરીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. ભુવો અવાર નવાર ફોન કરીને સગીરા સાથે વાત કરતો હતો અને તેની સાથે નિકટતા કેળવી હતી. બે દિવસ પહેલાં ભુવાએ છોકરીને મળવા માટ હાઈવે પર પદમલા ગામ નજીકના એક મંદિર પાસે બોલાવી હતી.
છોકરી મંદિર પાસે ગઇ ત્યારે ભુવો તેને બાઇક પર બેસાડીને મંદિર પાછળની નિર્જન જગાએ લઇ ગયો હતો. ભુવાએ છોકરી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી નાની ઉંમરની હોવાથી શરીર સંબંધના કારણે તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા ભુવો છોકરીને રોડ પર છોડીને ભાગી ગયો હતો.
છોકરી પણ ડરના કારણે ઘરે ગઇ નહતી અને નજીકમાં આવેલા મંદિરે બેસી રહી હતી. છોકરીના પરિવારજનો તેને શોધી રહ્યા હતા ત્યારે રાત્રે એક ગ્રામજને કિશોરીને મંદિર પાસે બેસેલી જોઇ હતી. ગ્રામજને છોકરીના પરિવારને જાણ કરતાં પરિવારજનો છોકરીને ઘરે લઇ આવ્યા હતા પરિવારજનોએ શાંતિથી પૂછતા છોકરીએ ભુવાએ ગુજારેલા બળાત્કારની જાણ કરી હતી. આ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ભુવાને ઝડપી પાડયો છે.