શોધખોળ કરો

વડોદરાઃ યુવતીને ગોવા લઈ જઈ 7 વાર બળાત્કાર ગુજારનાર હવસખોર બિઝનેસમેનની ધરપકડ

ગોત્રી પોલીસે આરોપી વિજય અગ્રવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એટલું જ નહીં, આરોપી જે હોટેલમાં રોકાયો હતો, તે હોટેલમાં તપાસ માટે પોલીસ ગોવા જશે.

વડોદરાઃ વડોદરામાં બિઝનેસમેને કંપનીમાં નોકરી કરતી 24 વર્ષની યુવતીને મીટિંગના બહાને ગોઆ લઈ જઈ ત્રણ દિવસમાં સાત વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બિઝનેસમેને યુવતીને ઘર લેવા માટે 8 લાખ રૂપિયાની મદદ કરી હતી પણ ગોવાથી પાછા ફર્યા બાદ તેણે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકીને નાણાંની ઉઘરાણી શરૂ કરીને ત્રાસ આપવા માંડ્યો હતો. આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે બળાત્કારની ધરપકડ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ વિદેશી યુનિવર્સિટી સાથે મળીને કામ કરતી એજ્યુકેશન કંપની ઓરિઅન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના માલિક વિજય અગ્રવાલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે આરોપી વિજય અગ્રવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એટલું જ નહીં, આરોપી જે હોટેલમાં રોકાયો હતો, તે હોટેલમાં તપાસ માટે પોલીસ ગોવા જશે.   યુવતીએ આક્ષેપનો છે કે, હું 2017થી ઓરિઅન્ટ કંપનીમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતી હતી. 2019માં મારે ઘર લેવાનું હોવાથી 8 લાખ રૂપિયાની જરૂર પડતાં મેં લોન લેવાનું વિચાર્યું હતું પણ બિઝનેસમેને કહ્યું કે, તારે લોન લેવાની જરૂર નથી. હું તને હાલમાં 8 લાખ રૂપિયા આપુ છું. તારા પગારમાંથી દર મહિને હપ્તારૂપે આ રૃપિયા કાપી લઇશ એમ કહી તેમણે એક લાખ રૂપિયા મારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાકીના સાત લાખ રૃપિયા તેમણે મને રોકડા આપ્યા હતા. થોડા સમય પછી માલિક મારી સાથે છૂટ લેવા લાગ્યા હતા. ઘણી વાર સ્ટાફ ઘરે જતા રહ્યા પછી મને ઓફિસમાં બોલાવી મારો હાથ પકડી મને આલિંગનમાં લેવાની કોશિશ કરતા હતા. તેમની આ અશ્લીલ હરકતોનો વિરોધ કરી મેં તેમને કહ્યું હતું કે, મને તમારો આ વ્યવહાર પસંદ નથી. તેમણે મને એવી ધમકી આપી હતી કે, મારી સાથે પ્રેમસંબંધ ના રાખવો હોય તો મારા આપેલા રૂપિયા હમણાં જ મને આપી દે. મેં તેમને ૩ લાખ રૂપિયા પરત આપી દીધા હતા. ત્યાર બાદ ઓફિસના કામે કોન્ફરન્સમાં ગોવા જવાનો વિજય અગ્રવાલે મને મેસેજ કર્યો હતો. મેં તે માટે ના પાડી દેતાં તેમણે ફરીથી બાકીના પાંચ લાખ રૂપિયાની કડક ઉઘરાણી કરતાં હું ગોવા જવા તૈયાર થઇ હતી અને અમે 20 ફેબ્રુઆરી, 2020ના રોજ અમદાવાદથી ફલાઇટમાં ગોવા ગયા હતા અને ગોવાની ''ગ્રેન્ડ લીયોની'' હોટલમાં રોકાયા હતા. યુવતીનો આક્ષેપ છે કે, હોટલની રૂમમાં ગયા પછી માલિકે મારી સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. બળજબરીપૂર્વક મને બેડ પર સુવડાવીને મારી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે રાત્રે ફરીથી બે વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બે દિવસ પછી 22 ફેબ્રુઆરીએ તેણે મારી પાસે બાકીના રૃપિયાની ઉઘરાણી કરી ત્રણ વખત મારી સાથે બળજબરીથી શરીર સુખ ભોગવતાં મારી તબિયત બગડી ગઇ હતી. આમ છતાં 23 ફેબ્રુઆરીએ તેણે તેની હવસ સંતોષી હતી. તે પછી 24મી તારીખે અમે ગોવાથી વડોદરા પરત આવ્યા હતા અને અઠવાડિયા પછી મને નોકરીમાંથી કાઢી મૂકી હતી. જે-તે સમયે હું ડરી ગઇ હતી અને બદનામીના ભયથી ફરિયાદ કરી ન હતી. હજીય માલિક મને એવા મેસેજ કરે છે કે તું મને મળવા આવ. તેના આવા ત્રાસના કારણે મેં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget