Bangladesh Government Crisis: બાંગલાદેશ- શેખ હસીનાને લઈ શું છે ભારતનો એક્શન પ્લાન, મળી સર્વદળીય બેઠક
India-Bangladesh Government Crisis: બાંગલાદેશમાં થયેલા તખ્તા પલટ પર ભારત સરકાર નજર રાખી રહી છે. આજે કેન્દ્ર સરકારે આ અંગે સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં ભારત-બાંગલાદેશ ગવર્નમેન્ટ ક્રાઇસિસને લઈ તમામને માહિતી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, બાંગલાદેશમાં અત્યારે 12000 થી 13000 ભારતીય છે. બાંગલાદેશમાં રહેતા ભારતીયો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે તો બાંગલાદેશની વર્તમાન સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બાંગલાદેશથી 8 હજાર વિદ્યાર્થી પરત ફર્યા છે. કેન્દ્ર સરકારે બેઠકમાં માહિતી આપી હતી કે, હજુ સુધી શેખ હસીના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાથી વિપક્ષ સંતુષ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે સરકારનો પક્ષ રાખ્યો હતો. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સપા સાંસદ રામગોપાલ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ હજાર રહ્યા હતા. જયશંકર પ્રસાદે ટ્વીટ કરીને બાંગલાદેશની સ્થિતિ અંગે સર્વદળીય બેઠકમાં માહિતી આપવામાં આવી છે. આ મામલે તેમણે વિપક્ષના વખાણ પણ કર્યા હતા.
![IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/713717626c637f85600444ebb23d6d8017397175615001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/893e721a16c86319c65756400e0adcf0173967525160073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/63c7fd098c97e5bc7578125402a6267217395987798591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/749b6a373957091acf4e1a56560ca7a0173942846856573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/e6b5fe062756fb4893216e5717e985431739340405647722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)