શોધખોળ કરો
Hardik Pandya: વડોદરામાં હાર્દિક પંડ્યાએ યોજ્યો ટી20 વર્લ્ડકપ જીતનો વિકટરી રોડ શો, જુઓ તસવીરો
Latest Vadodara News: T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી શાનદાર જીત મેળવી હતી. જેમાં વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા હતી. હાર્દિક પંડ્યા જીતનો હિરો રહ્યો હતો.

વડોદરામાં હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
1/7

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે ટી20 વર્લ્ડકપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવ્યો હતો.
2/7

માંડવી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હાર્દિક પંડ્યાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
3/7

ટીમ રિવોલ્યુશન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યાએ ફેન્સનું અભિવાદન જીલ્યું હતું.
4/7

વડોદરામાં રોડ શોને લઈ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી.
5/7

રોડ શો દરમિયાન બંદોબસ્તમાં જોડાયેલા વાહનો, અમ્બ્યુલન્સ , ફાયર બ્રિગેડ ઈમરજન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી હતી.
6/7

હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 16 રનનો ખૂબ જ સારો બચાવ કર્યો હતો. આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી, પરંતુ પંડ્યાએ 8 રનમાં 1 વિકેટ લઈને ટીમને ચેમ્પિયન બનાવી હતી.
7/7

હાર્દિક પંડ્યાની ઝલક મેળવવા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 15 Jul 2024 06:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
