શોધખોળ કરો

Vadodara prostitute racket : 12 વર્ષની સગીરાને ખૂદ પિતાએ જ ધકેલી દીધી દેહવ્યાપારમાં

12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહવ્યાપારમાં મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરતથી વડોદરા મોકલી હતી. પોલીસ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે.

વડોદરાઃ વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપેયાલે કુટણખાના મુદ્દે મોટો ધડાકો થયો છે. 12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહવ્યાપારમાં મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરતથી વડોદરા મોકલી હતી. પોલીસ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે.  સુરતમા રહેતા પિતાએ બાળકીને મોકલી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. અન્ય મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી વડોદરા આવી હતી.

રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હતી. પી.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. રેડમાં ઘટના સ્થળેથી 7 યુવતીઓ અને 3 ગ્રાહકો ઝડપાયા છે. કૂટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Vadodara prostitute racket : 12 વર્ષની સગીરાને ખૂદ પિતાએ જ ધકેલી દીધી દેહવ્યાપારમાં

શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા રેકેટ ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે  બાતનીના આધારે  દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષાતા હતા, તે મામલે તપાસ હાથ ધરી છે. યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ તમામને પાણીગેટ પોલીસને સોંપાયા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara prostitute racket : 12 વર્ષની સગીરાને ખૂદ પિતાએ જ ધકેલી દીધી દેહવ્યાપારમાં

રીટા પટેલ  મૂળ બોડેલીની વતની હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું. તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. રીટા એટલી ચાલાકીથી ધંધો કરતી હતી કે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને તેની ગંધ આવી નહોતી.

રીટા પટેલ કોલગર્લને મુંબઇ અને દિલ્હીથી બોલાવતી હતી. પોતાના જ ફ્લેટમાં રાખતી હતી.  ગ્રાહક પાસેથી ૫૦૦ રૂપિયા લેતી રીટા પટેલ કોલગર્લને કેટલા રૂપિયા આપતી હતી. તે અંગે પણ  પોલીસે તપાસ હાથ ધરી છે. કૂટણખાનામાંથી મળેલા ગ્રાહકો પણ શ્રમજીવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Vadodara prostitute racket : 12 વર્ષની સગીરાને ખૂદ પિતાએ જ ધકેલી દીધી દેહવ્યાપારમાં

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

Embed widget