Vadodara: આવતીકાલે વડોદરામાં યોજાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, દોઢ લાખ લોકો આવશે તેવો આયોજકોનો દાવો
વડોદરાના નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.
વડોદરામાં બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આવતીકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડોદરાના નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. 80 ફૂટ લાંબુ 24 ફૂટ પહોળું સ્ટેજ બનાવામાં આવી રહ્યું છે. આમંત્રિત મહેમાનો અને વીઆઇપી લોકો માટે બેઠક ની અલગ વ્યવસ્થા કરાઇ છે. લોકોએ ખુરશી મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહેશે. જોકે વહેલા તે પહેલાંની રીતે બેઠક વ્યવસ્થા રહેશે. દિવ્ય દરબારમાં હનુમાન કથા, ભજન સંધ્યા અને બજરંગ બલી પર પ્રવચન આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા મળતા વડોદરામાં અલગ વ્યવસ્થા કરાઈ હતી. વીઆઈપી એન્ટ્રી અને જનરલ એન્ટ્રીગેટ અલગ રખાશે.
બાબાના દિવ્ય દરબારમાં અંદાજીત એક થી દોઢ લાખ લોકો આવવાની ધારણા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 700 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. પોલીસ બંદોબસ્તમાં 2 ડીસીપી, 5 એ.સી.પી, 18 પી.આઈ, 50 પી.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને 200 હોમગાર્ડ જવાન તૈનાત રહેશે. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ડૉગ સ્ક્વોર્ડ સાથે સુરક્ષા વ્યવસ્થા રહેશે. ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે ટ્રાફિક જવાનો તૈનાત રહેશે.
દિવ્ય દરબારના આયોજક કમલેશ પરમારે કહ્યું હતું કે બાગેશ્વર ધામ આયોજક સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો છે. મુખ્ય સહકાર વડોદરા ભાજપે આપ્યો છે. છેલ્લા એક સપ્તાહ થી તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ 75 હજાર ભક્તોની આશા હતી પરંતુ હવે 1.50 થી બે લાખ લોકો આવે તેવી સંભાવના છે. અમદાવાદમાં કાર્યક્રમ બંધ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પહોચે તેવી સંભાવના છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે 5 સ્થળો પસંદ કર્યા છે.
કાર્યક્રમમાં સાંજે 5 વાગ્યાથી ભજન સંધ્યા શરૂ થશે. સ્થાનિક ગાયક કલાકારો ભજનની રમઝટ કરશે. અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ પણ સહયોગ આપી રહયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્ટેજ સહિતની સહાય અપાઈ છે. સાંજે 7 વાગ્યાથી ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમ શરૂ કરશે.
Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોડી રાત્રે યોજ્યો વીઆઈપી દરબાર, વિજય રૂપાણીએ લીધા આશીર્વાદ
Rajkot News: બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાત મુલાકાતે છે. હાલ તેમનો રાજકોટમાં મુકામ છે. ગઈકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. રૂપાણી સહિત ભાજપના નેતાઓ બાગેશ્વરધામના શરણે પહોંચ્યા હતા. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા