Vadodara tragedy: વડોદરામાં 12 બાળકોના મોત બાદ પોલીસ એક્શનમાં, આ 18 લોકો સામે નોંધી ફરિયાદ, જાણો તમામના નામ
Vadodara tragedy: વડોદરામા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું.
Vadodara tragedy: વડોદરામા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. વડોદરા દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના સરકારે આદેશ આપ્યા હતા. આ મામલે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ફરાર થયો હતો જ્યારે મેનેજર સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી. હરણી તળાવ ડેવલમેન્ટના કોન્ટ્રાકટર પરેશ શાહે સબ કોન્ટ્રાકટ આપીને શરતોનો ભંગ કર્યો હતો. વડોદરા હોનારતમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 લાખની સહાયની જાહેરાત કરી હતી.
હરણી ઝોનના 5 સંચાલકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પાલિકાના કાર્યપાલક એન્જિનિયર રાજેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ હરણી પોલીસે ગુનો નોધ્યો હતો. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ આઇપીસી કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો.
આ ઘટના બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોટિયા પ્રોજેકટના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસે 18 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે જે 18 લોકો સામે ફરિયાદ દાખલ કરી તે તેના નામ આ પ્રમાણે છે
01-બીનીત કોટિયા - કોટિયા પ્રોજેકટના સંચાલક
02-હિતેશ કોટિયા - કોટિયા પ્રોજેકટ સંચાલક
03-ગોપાલદાસ શાહ
04-વત્સલ શાહ - સંચાલક,હરણી લેક ઝોન
05-દીપેન શાહ
06-ધર્મીલ શાહ
07-રશ્મિકાંત પ્રજાપતિ
08-જતીન દોશી
09-નેહા દોશી
10-તેજલ દોશી
11-ભીમસિંહ યાદવ
12-તેજ પ્રકાશ યાદવ
13-ધર્મીન ભતાણી -સંચાલક,હરણી લેક્ઝોન
14-નૂતન શાહ
15-વૈશાલી શાહ
16-શાંતિ લાલ સોલંકી - મેનેજર,હરણી લેકઝોન
17-નયન ગોહિલ- બોટ ઓપરેટર
18-અંકિત- બોટ ઓપરેટર
અગાઉ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે.
વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ હરણી તળાવ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો, તેમના સ્વજનો તથા તબીબો સાથે વાતચીત કરીને તેમને મળી રહેલ સારવાર અંગે જાણકારી મેળવી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ઈજાગ્રસ્તોના પરિવારજનોને દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની તથા સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. pic.twitter.com/sbxs5McAMy