Vadodara : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા બે માછીમારો થઈ ગયા ગાયબ, નદીમાં શોધખોળ ચાલું
નાની નાવડી (ડોલચી) લઇને નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલ બે માછીમારો ઘરે પરત ના આવતા પરિવારજનોએ નર્મદા નદીમાં શોધખોળ આરંભી છે. બંને માછીમારોની અંદાજિત 45 થી 50 વર્ષની ઉંમર છે.
![Vadodara : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા બે માછીમારો થઈ ગયા ગાયબ, નદીમાં શોધખોળ ચાલું Vadodara : Two fishermen lost from Narmada river at Lilod village of Vadodara Vadodara : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા બે માછીમારો થઈ ગયા ગાયબ, નદીમાં શોધખોળ ચાલું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/12/fa910b324a26766bb6d9b9da7aea69de166028165498473_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ કરજણના લીલોડ ગામના બે માછીમારો નર્મદા નદીમાં ગાયબ થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. નાની નાવડી (ડોલચી) લઇને નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલ બે માછીમારો ઘરે પરત ના આવતા પરિવારજનોએ નર્મદા નદીમાં શોધખોળ આરંભી છે. બંને માછીમારોની અંદાજિત 45 થી 50 વર્ષની ઉંમર છે.
નાની નાવડી (ડોલચી) સાથે બંને માછીમારો નર્મદા નદીમાં ગાયબ થતા પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ. નાની નાવડી (ડોલચી) સાથે નર્મદા નદીમાં બે માછીમારો ગાયબ થતા નર્મદા નદી કાંઠે આવેલ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત
ANAND : આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. કાર ચાલક કેતન પઢીયા વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇની છે. ધારાસભ્યનો જમાઇ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી MLA લખેલ બોર્ડ મળી આવ્યા હતા. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે, 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી'.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ
યાસીનભાઈ મોહમદભાઈ વ્હોરા - સોજીત્રાના રહેવાસી
જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
યોગેશભાઈ રાજુભાઈ ઓડ - બોરીયાવી
સંદીપ ઠાકોરભાઈ ઓડ- બોરીયાવી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)