Vadodara : ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત, ટોળું ભેગું થઈ ગયું
ફાજલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે. રગડી ગામનાં બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
![Vadodara : ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત, ટોળું ભેગું થઈ ગયું Vadodara : Two persons died in truck and bike accident Vadodara : ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત, ટોળું ભેગું થઈ ગયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/26/cc415334cadeb6445a6f9f328d509ded_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ ફાજલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે. રગડી ગામનાં બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે ગામના લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. નંદેસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક નંબર જીજે 6, જેબી 0035 નંબરની બાઇક અને તમિલનાડુ પાસિંગની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડતાં રોડ પર ટ્રાફિક સર્જાયો હતો.
Patan : દીકરીના લગ્ન માટે ટુવડ જતાં પરિવારને નડ્યો અકસ્માત, લગ્ન પહેલા જ યુવતીના મોતથી અરેરાટી
પાટણઃ સમી પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત યુવતી અને યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો થયા ઘાયલ થયા છે. આ પરિવાર ગાંધીધામથી સમીના ટુવડ ગામે પોતાના વતન જતા અકસ્માત નડ્યો હતો. રાધનપુર સમી હાઈ વે પર બાસપા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના કાંતીભાઈ ગંગારામ સોલંકીના પરિવારને અકસ્માત નડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, જાન લઈ જતી ખાનગી બસ અને ગાંધીધામથી પોતાની દીકરીના લગ્ન માટે વતન ટુવડ જતા પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમીના વરાણા ગામ પાસે કાર લક્ઝરી સાથે અથડાતા લગ્ન માટે આવતી યુવતી હેતલબેન સોલંકી અને તેનો ભાઇ નિકુંજનું મોત થયું છે. હેતલબેન સોલંકીના આગામી તારીખ ૧૦/૨/૨૨ ના રોજ લગ્ન હતાં અને લગ્ન માટે તે પોતાના વતન જતા હતા. આ પરિવાર નોકરી અર્થે ગાધીધામ રહે છે.
માહેશ્વરી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે. કાર નંબર જીજે 12, એઇ-5304 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. જેસીબીની મદદથી કારની અંદર ફસાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારમાંથી જે યુવતીના લગ્ન હતા, તેની કંકોત્રી પણ મળી આવી છે.
સ્થાનિકો અને પોલીસે જીસીબીની મદદથી પાંચ લોકોને બહાર તો કાઢ્યા પણ ઘટના સ્થળે બે સગા ભાઈ બહેનના મોત થયા જેમાં લગ્ન કરવા વતન આવી રહેલી હેતલ સોલંકીનું પણ મોત થયું, જે દીકરીના લગ્ન માટે પિતાએ તમામ તૈયારી કરી હતી અને 10/2/2022 ના રોજ લગ્ન હતા તે જ દીકરીનું અને તેના મોટા ભાઈનું મોત થતાં આખા પરિવારમાં શોક જોવા મળ્યો ત્યારે હજુ ત્રણ લોક ગંભીર ઘાયલ છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)