વડોદરાઃ વિજયકુમાર શ્રીવાસ્તવ MS યુનિવર્સિટીના નવા વીસી બન્યા
વિજયકુમાર શ્રીવાસ્તવ વડોદરાની MS યુનિવર્સિટીના નવા વીસી બન્યા છે.
વડોદરાઃ વિજયકુમાર શ્રીવાસ્તવ વડોદરાની MS યુનિવર્સિટીના નવા વીસી બન્યા છે. એમ.એસ યુનિવર્સિટીના નવા વીસી તરીકે વિજય કુમાર શ્રીવાસ્તવની સરકારે વરણી કરી છે. વિજય કુમાર શ્રીવાસ્તવની વરણીથી અમુક જૂથોમાં સોંપો પડ્યો છે. યુનિવર્સિટીના જ ડીનને વીસી બનાવાશે તેવી માન્યતા ખોટી પડી છે. હાલમાં એમ.એસ. યુનિવર્સિટીના વીસી પરીમલ વ્યાસની વિદાય કરવામાં આવી હતી.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રદ કરેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે. ગૌણ સેવાના ઇન્ચાર્જ અધ્યક્ષે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં ગૌણ સેવાની મોકુફ કરાયેલી પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરાશે. પરીક્ષાની પદ્ધતિમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. મે મહિનાના અંતમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થશે. ચેરમેન બદલાયા હોવાની પરીક્ષા મોકુફ રાખવામા આવી છે. પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ માટે નવી એઓપી જાહેર કરવામાં આવશે. પેપરને કેન્દ્ર સુધી પહોંચાડવાની પદ્ધતિમાં સુધારો કરાશે. પરીક્ષાની પદ્ધતિનું ઓનલાઇન મોનિટરિંગ કરાશે. જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિને અમલમાં મુકાશે.
આ મામલે અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, અધ્યક્ષ બદલાયા હોવાથી નવેસરથી પરીક્ષા લેવાનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે નવી SOP બનાવી છે. નવી SOP સાથે ગૌણ સેવા પસંદગી મંડળ મોકૂફ પરીક્ષાનું આયોજન કરાશે.ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આગામી પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્ન પત્રના પ્રિંટિંગ અને ટ્રાસ્પોર્ટેશન અંગે પણ નવી SOP બનાવવામાં આવી છે..પૂર્વ અધ્યક્ષ અસિત વોરા વિરુદ્ધ હાલ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી વાત પણ જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, પરીક્ષાા પેપર લીક થવા મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી કરાશે. પરીક્ષા સ્થળે જ્યાં CCTV નહીં હોય ત્યાં લાઈવ વીડિયોગ્રાફી કરાશે..