Vadodara : જેઠ યુવતી પાસે કરતો હતો શારીરિક સંબંધ બાંધવા દબાણ, પતિને વાત કરી તો....
યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 27 વર્ષીય યુવતીના વર્ષ 2018માં સમાજના રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન પછી પતિ કામથી બહાર જાય તો પત્નીની જગ્યાએ તેની ભાભીને સાથે લઈ જતો હતો. આ અંગે યુવતીએ વિરોધ કરતાં પતિ પત્નીને માર માર્યો હતો. તેમજ તેને માનિસક અને શારીરિક ત્રાસ આપ્યો હતો.
વડોદરાઃ શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં યુવતીએ જેઠ દ્વારા શારીરિક છેડતી અને સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાની તેમજ સાસરીવાળા દહેજ મુદ્દે ત્રાસ આપતાં હોવાની ફરિયાદ કરતા ચચકાર મચી ગઈ છે. યુવતીએ પતિ સહિત ત્રણ સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, પોલીસ ફરિયાદમાં અનેક ધડાકા કર્યા છે.
યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 27 વર્ષીય યુવતીના વર્ષ 2018માં સમાજના રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન પછી પતિ કામથી બહાર જાય તો પત્નીની જગ્યાએ તેની ભાભીને સાથે લઈ જતો હતો. આ અંગે યુવતીએ વિરોધ કરતાં પતિ પત્નીને માર માર્યો હતો. તેમજ તેને માનિસક અને શારીરિક ત્રાસ આપ્યો હતો.
એટલું જ નહીં, પત્નીને કામથી બહાર જવાનું હોય તો તેણે જેઠ સાથે જવા માટે ફરજ પાડી હતી. લોકડાઉનમાં યુવતી જેઠ સાથે સંબંધીની ખબર પૂછીને પરત ફરી રહી હતી, ત્યારે જેઠે અકોટો બ્રિજ ઉપર બાઇક ઉભી રાખી દીધું હતું અને પોતાના નાના ભાઈની પત્નીને પોતાની સાથે શારીરિક સંબંધ રાખવા માટે જણાવ્યું હતું.
આ અંગે યુવતીએ પતિ અને સાસરીવાળાને જાણ કરી, પરંતુ તેને કોઈએ ધ્યાનમાં લીધી નહોતી. એટલું જ નહીં, પતિએ નવો ધંધો શરૂ કરવા માટે પિયરથી 2 લાખ રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. બીજી તરફ જેઠ યુવતીની એકલતાનો લાભ લઈને તેની સાથે છેડછાડ કરતો હતો અને અશ્લીલ માંગણી કરતો હતો. તેમજ કોઈને આ અંગે જાણ કરશે તો બદનામ કરી નાંખવાની ધમકી આપતો હતો.
Panchmahal : યુવતીને માસીના દીકરા સાથે બંધાયા શારીરિક સંબંધ, પિતાને પડી ગઈ ખબર ને પછી તો......
શહેરાઃ પંચમહાલમાં જિલ્લાના બીલીથા ગામે આડા સંબંધની શંકામાં પત્નીની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો હતો. જોકે, રવિપારે સાંજે પતિની કૂવામાંથી લાશ મળી આવતા આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. તેમજ પત્નીની હત્યામાં નવી જ વાત બહાર આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરા તાલુકાના બીલીથાની યુવતીને તેના જ માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હતા. થોડા દિવસ પહેલા પિતા એક ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા, ત્યારે તેમને દીકરીના સાળીના છોકરા સાથે પ્રેમસંબંધ હોવાની જાણકારી મળી હતી. તેમજ આ પ્રેમસંબંધને લઈને સમાજમાં દીકરીની બદનામી થઈ રહી હોવાથી તેમને લાગી આવ્યું હતું.
દીકરીના આડાસંબંધ હોવાની વાતો સમાજમાં થતી હોવાને લઈને પિતાએ સમાજનું પંચભેગુ કર્યું હતું. જોકે, આ પંચમાં સાળી, સાઢુ ભાઈ અને તેનો છોકરો હાજર થયા નહોતા. આ બાબતની દાઝ રાખી પતિએ ત્રણ દિવસ પહેલા પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ પત્નીની હત્યા કરી ફરાર થયેલ હત્યારા પતિનો મૃતદેહ રવિવારે સાંજે હડકાય માતાના મુવાડા ફળિયામાં તેઓના ઘરથી થોડે દૂર આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પત્નીની હત્યા કરી હોવાનું પતિને લાગી આવતાં કૂવામાં પડતું મુકી મોતને વ્હાલું કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Jamnagar : શિક્ષિકાની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, હત્યાનું કારણ જાણીને ચોકી જશો
જામનગરઃ શહેરમાં ગઈ કાલે ધોળા દિવસે શિક્ષિકાની ખૂદ પતિએ જ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. શિક્ષિકા સ્કૂલે જઈ રહી હતી, તે સમયે રસ્તા પર જ પતિએ તેને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. ખુલ્લેઆમ શિક્ષિકાની હત્યાને પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, હવે આ હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પતિએ પત્નીના આડા સંબંધની શંકા રાખી છરીના ઘા મારી પત્ની હત્યા કરી નાંખી હતી.
એટલું જ નહીં, વેકેશન ખૂલ્યા પછી પહેલા જ દિવસે સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પત્નીને આંતરીને પતિએ છરીના ઘા મારી દીધા હતા. આ સમયે મૃતકને બચાવવા અન્યુ શિક્ષિકા વચ્ચે પડી હતી. જેને પણ આરોપીએ છરી મારી દેતા તેને પણ ઇજા પહોંચી છે.
મહા પ્રભુજી બેઠક પાસે રોડ પર જાહેરમાં નીતાબેન ડાભી નામની શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે સ્કૂલ જતા સમયે તેમના પતી દ્વારા જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પતિ પ્રફુલ્લ ડાભીએ જ કરી પત્નીની હત્યા કરી છે. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને કારણે હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને શિક્ષિકાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.
શિક્ષિકા નીતાબેન ડાભી અને પ્રફુલના વર્ષ 2006માં લગ્ન થયા હતા. લગ્નથી તેમને એક દીકરી પણ છે. જોકે, લગ્નસંસાર થોડા સમય સારી રીતે ચાલ્યા પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. પતિ પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હોવાથી બંને વચ્ચે ઝઘડા થતાં હતા. તેમજ આ ઝઘડાથી કંટાળી પત્ની થોડા દિવસ પહેલા પિયર આવી ગઈ હતી. ત્યારે પતિએ પત્નીના આડા સંબંધની શંકા રાખીને ગઈ કાલે છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
પત્નીની હત્યા પછી હત્યારો પતિ ઘટનાસ્થળે જ ઉભો રહ્યો હતો. પત્નીની હત્યાનો તેના ચહેરા પર સહેજ પણ રંજ દેખાતો નહોતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હત્યારા પતિની અટકાયત કરી લીધી હતી. તેમજ કોવિડ ટેસ્ટ પછી તેની વિધિવત ધરપકડ કરાશે.
મૃતક શિક્ષિકાના ભાઈએ જણાવ્યું હતું કે, તેમની બહેન અને બનેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ઝઘડા થઈ રહ્યા હતા. લગ્ન પછી બનેવી કોઈ કામ ધંધો કરતો નહોતો અને બહેન પાસે વારંવાર પૈસા માંગતો હતો. તેમજ લોન લઇને પૈસા વેડફી નાંખતો હતો. જેને કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા. આ બધુ સહન ન થતાં 10 દિવસથી બહેન પિયર આવી ગઈ હતી. ત્યારે આજે બનેવીએ મારી બહેનની હત્યા કરી નાંખી છે.