શોધખોળ કરો
વડોદરાઃ છ દિવસમાં હોમ ક્વોરોન્ટાઇન ભંગના 298 કિસ્સા, ફરિયાદની કવાયત શરૂ
વડોદરામાં હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરતા લોકોને મ્યુનિસિપિલ કમિશ્નરની ચેતવણી. જામીન ન મળે તેવો ગુનો દાખલ કરાશે.
![વડોદરાઃ છ દિવસમાં હોમ ક્વોરોન્ટાઇન ભંગના 298 કિસ્સા, ફરિયાદની કવાયત શરૂ VMC Commissioner Dr Vinod Rao appeal for no break home quarantine rule in Vadodara વડોદરાઃ છ દિવસમાં હોમ ક્વોરોન્ટાઇન ભંગના 298 કિસ્સા, ફરિયાદની કવાયત શરૂ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/25152131/home-quarantine.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ કોરોના વાયરસને લઈ તંત્ર કડક એક્શનમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર ડો. વિનોદ રાવે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટઇનના ભંગ વિશે લોકો અમને જાણ કરે. અમે તેમની સામે FIR કરીશું. હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકો બહાર નીકળશે તો ચીન, ઇટાલી જેવી સ્થિતિ સર્જાશે.
તેમણે હોમ ક્વોરોઇન્ટનનો ભંગ કરતા લોકોને ચીમકી આપી હતી કે, જામીન નહિ મળે તેવો ગુનો દાખલ કરાશે. ઘર માં ચેપ ફેલાવસે તો પણ કાર્યવાહી થશે. 6 દિવસ માં ક્વોરન્ટાઇન ભંગના 298 કિસ્સા સામે આવ્યા છે. ફરિયાદની કવાયત શરૂ થઈ છે. 68 દિવસમાં 3891 પ્રવાસીઓ આવ્યા વડોદરામાં આવ્યા છે. જેમાંથી 1014નું સ્ક્રીનિગ બાકી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 36 કેસો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી વડદોરામાં 7 કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)