શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પતિ યુવતીને બચકાં ભરીને માણતો શરીર સુખ, બીજી કેવી કેવી ગંદી હરકતો કરતો કે યુવતી પહોંચી પોલીસ સ્ટેશનમાં ?
ગત જુલાઈમાં પરિણીતા પાંચેક દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. સારવાર લઈ ઘરે આવેલી અશક્ત પત્ની સાથે પતિએ બળજબરી સંબંધ બાંધ્યો હતો.
વડોદરાઃ શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા એન્જિનિયર પતિ અને સાસરીયા સામે યુવતીએ શારીરિક માનસિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી પતિ પાર્ટીમાં પરાણે દારૂ-મટન પીરસાવતો હોવાનો અને દહેજમાં કાર અને જમીનની માંગણી કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ગઈ કાલે ગુનો દાખલ કર્યો હતો.
મળતી વિગતો પ્રમાણે, 28 વર્ષીય યુવતીના લગ્ન એન્જિનિયર યુવક સાથે થયા હતા. લગ્ન પછી પત્ની દારૂ-મટનથી દૂર રહેતી હોવા છતાં તેને મટન ખરીદવા માટે બજારમાં મોકલતા હતા. તેમજ મિત્રો અને સંબંધીઓ સાથેની પાર્ટીમાં પરિણીતા પાસે પરાણે દારૂ અને મટન પીરસાવતા હતા. એટલું જ નહીં, પતિ તેને ગંદા મોજા સુંઘાડતો હતો.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત જુલાઈમાં પરિણીતા પાંચેક દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. સારવાર લઈ ઘરે આવેલી અશક્ત પત્ની સાથે પતિએ બળજબરી સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, બેડરૂમમાં તેનો પતિ શરીરે ગમે ત્યાં બચકાં ભરતો હતો. ઉપરાંત કાર અને બુલેટ પર પત્નીને બેસાડી પતિ ભયજનક ડ્રાઈવિંગ કરતો હતો. પત્નીના વિરોધ સામે પતિ તેની મારઝૂડ કરી મેન્ટલીઅને સેક્યુઅલી હેરેસમેન્ટ કરતો હતો.
પરિણીતાની ફરિયાદ છે કે, પતિ તેના પર થૂંકીને તને કોરોના થઈ જાય તો રસ્તો સાફ થઈ જાય તેમ કહેતો હતો. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ ઘરમાં પરિવારના સભ્યોની હાજરીમાં નિર્વસ્ત્ર થઈ ડાન્સ કરતો હતો. એટલું જ નહીં, યુવક યુવતીઓ સાથે ફોન પર સતત વાતો કરતો હતો. આ અંગે પરિણીતાએ સાસરીમાં વાત કરતાં સાસુ અને નણંદે હસવામાં વાત કાઢી નાંખી હતી. યુવતીના પિતાએ લગ્ન વખતે 3.50 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં સાસરીવાળા દહેજમાં કાર, જમીન, સોનાના દાગીના, ટીવી, ફ્રિજ, તિજોરી અને વોશિંગ મશીન માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે.
એટલું જ નહીં, સાસરીવાળા ભુવા પાસેથી પડીકીઓ મંગાવી પરિણીતાને પરાણે પીવડાવતા હતા. તેમજ માંગણીઓ ન સંતોષાતા ઓગસ્ટમાં ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.
સાસરિયાએ ભુવા પાસે પડીકીઓ મંગાવી પરિણીતાને દૂધ અને જ્યૂસમાં બળજબરી પીવડાવતા હતાં. માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement