(Source: ECI/ABP News/ABP Majha)
Vishnu Deo Sai: વિષ્ણુ દેવ સાયએ છત્તીસગઢના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા ખાસ આ વ્યક્તિના કર્યા ચરણ સ્પર્શ
Chhattisgarh CM Oath Ceremony: વિષ્ણુ દેવ સાંઈએ છત્તીસગઢના મુખ્યમંત્રી પદના શપથ લીધા. અરુણ સાઓ અને વિજય શર્માએ છત્તીસગઢના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
Chhattisgarh CM Oath Ceremony:વિષ્ણુ દેવ સાયએ બુધવારે છત્તીસગઢના નવા સીએમ તરીકે શપથ લીધા. સાય રાજ્યના ચોથા મુખ્યમંત્રી હશે. આ પહેલા અજીત જોગી, રમણ સિંહ અને ભૂપેશ બઘેલ આ પદ પર રહી ચૂક્યા છે. ટર્મ પર નજર કરીએ તો સાય છઠ્ઠી વિધાનસભામાં સીએમ બન્યા છે. 3 ડિસેમ્બરે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપ પાંચ વર્ષ પછી સત્તામાં પાછો ફર્યો. 10 ડિસેમ્બરે ભાજપે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. રાજધાની રાયપુરની સાયન્સ કોલેજમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજર રહ્યા હતા. PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ પ્રકાશ માથુર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યના સહ-પ્રભારી નીતિન નબીન પણ શપથગ્રહણમાં ભાગ લીધો હતો. શપથ ગ્રહણ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
શપથ લેતા પહેલા, વિષ્ણુ દેવ સાંઈએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને માળા ચઢાવી હતી. સાઈએ ટ્વિટ કર્યું, "છત્તીસગઢ રાજ્યના સર્જક અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત, અટલ બિહારી વાજપેયીજીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, ભાજપ સરકારે જે ધ્યેય સાથે છત્તીસગઢ રાજ્યનું નિર્માણ કર્યું છે, તેને સતત આગળ વધારવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ.
छत्तीसगढ़ के प्रथम आदिवासी मुख्यमंत्री श्री @vishnudsai जी का शपथ ग्रहण समारोह कार्यक्रम...#सुशासन_का_संकल्प https://t.co/DwRHcvbcwS
— BJP Chhattisgarh (@BJP4CGState) December 13, 2023
શપથ લેતા પહેલા માતાના આશીર્વાદ લીધા હતા
શપથ લેતા પહેલા તેઓ માતાને મળવા ગયા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. સાઈએ ટ્વીટ કર્યું. આજે શપથ લેતા પહેલા તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને છત્તીસગઢ મહાતારીની સેવા કરવા તેમના આશીર્વાદ લીધા હતા. માતા મારા પ્રેરણા સ્ત્રોત છે, તેમણે હંમેશા મને જનસેવા માટે પ્રેરણા આપી છે.'' માતા જસમણી દેવીએ આરતી કરી જ્યારે પત્ની કૌશલ્યા દેવીએ મીઠાઈ ખવડાવી અને તેમના પતિને શપથવિધિ માટે વિદાય આપી હતી.