Who Is Monu Manesar: કોણ છે મોનૂ માનેસર? હરિયાણાના નૂંહમાં હિંસા બાદ આ નામ કેમ છે ચર્ચામાં
હરિયાણામાં મોનૂ માનેસરનો ખૂબ પ્રભાવ છે. તે કોલેજ સમયથી બજરંગ દળમાં જોડાયા હતા. તે લવ જેહાદ વિરોધી મૂવમેન્ટમાં પણ સક્રિય રીતે કામ કરે છે
Haryana Clashes:સોમવારે હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા બાદ મેવાતમાં ગૌરક્ષક જૂથના નેતા મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર ચર્ચામાં છે. સોમવારે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલા ધાર્મિક સરઘસમાં મોનુ માનેસરની હાજરી અંગેની અફવાઓએ હિંસાને વેગ આપ્યો હતો, બે કથિત ગાય તસ્કરોની હત્યાનો આરોપી મોનુ માનેસર હરિયાણા અને રાજસ્થાનમાં પશુ તસ્કરો વિરુદ્ધ બજરંગ દળના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યો છે. મોનુ માનેસર પણ 'લવ જેહાદ' વિરુદ્ધના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લે છે. મોનુ 2019 માં ચર્ચામાં આવ્યો જ્યારે કથિત પશુ તસ્કરોનો પીછો કરતી વખતે તસ્કરને ગોલી વાગતા તેનું મોત થયું હતું.
મોનુ માનેસર ડિસ્ટ્રિક્ટ ગાય પ્રોટેક્શન એક્શન ટીમ સાથે પણ સંકળાયેલો હતો, જે હરિયાણા સરકાર દ્વારા 2015માં ગાય સંરક્ષણ કાયદો પસાર થયા બાદ બનાવવામાં આવી હતી. હજારો લોકો ફેસબુક અને યુટ્યુબ પર મોનુ માનેસરને ફોલો કરે છે, નૂહ અથડામણમાં બે હોમગાર્ડ, એક નાગરિક અને એક ઈમામ સહિત પાંચ લોકો માર્યા ગયા છે તો ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ગુરુગ્રામમાં અશાંતિ અને તંગ વાતાવરણના પરિણામે એક ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં, મોનુ માનેસરે રીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે નૂહના ધાર્મિક સરઘસમાં ભાગ લેવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને તેના સમર્થકોને મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. બાદમાં તેમને સોશિયલ મીડિયાથી પર દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. મોનુ માનેસરે VHPની સલાહ માનીને સરઘસમાં ન જવાનું નક્કી કર્યું હતું. વીએચપની પણ ડર હતો કે તેમની હાજરી તણાવ પેદા કરી શકે છે. મોનૂએ પોલિટેકનિક ડિપ્લોમા કર્યું છે. તેઓ કોલેજથી જ બજરંગ દળ સાથે સંકળાયેલા હતા. તેમના પર ગંભીર આરોપો હોવા છતાં, મોનુ માનેસરનો હરિયાણાના ઘણા જિલ્લાઓમાં પ્રભાવ છે.