Karnataka Latest News:કોણ બનશે કર્ણાટકના મુખ્યમંત્રી? સિદ્ધારમૈયા- શિવકુમારમાં રેસ
કર્ણાટકમાં જોરદાર જીત બાદ કોંગ્રેસ પાર્ટીની નજર હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ટકેલી છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અથવા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમાર સીએમની રેસમાં સૌથી આગળ છે.
![Karnataka Latest News:કોણ બનશે કર્ણાટકના મુખ્યમંત્રી? સિદ્ધારમૈયા- શિવકુમારમાં રેસ who will become next chief minister of karnataka siddaramaiah or shivakumar legislative party meeting today Karnataka Latest News:કોણ બનશે કર્ણાટકના મુખ્યમંત્રી? સિદ્ધારમૈયા- શિવકુમારમાં રેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/0d3569f03456a8a062cc0505ec0e3500168404216848581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Latest News: કર્ણાટકમાં જોરદાર જીત બાદ કોંગ્રેસ પાર્ટીની નજર હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ટકેલી છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અથવા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમાર સીએમની રેસમાં સૌથી આગળ છે.
કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને આતુરતા વધી રહી છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે રેસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 75 વર્ષીય સિદ્ધારમૈયાએ 2013 થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકેની લગામ સંભાળી હતી. 2013માં ખડગેની જગ્યાએ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા. સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે, જે રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. સરકાર ચલાવવાના સિદ્ધારમૈયાના અનુભવને જોતા, તેના પર પસંદગીનો કળશ ઢોળાય શકે છે. સિદ્ધારમૈયાએ નીતિ ઘડતર અને ઢંઢેરાના વચનોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીજી તરફ ડીકે શિવકુમાર પણ કર્ણાટકના મુખ્યમંત્રીની રેસમાં છે. તેમને સીએમ પદના મહત્વના દાવેદાર તરીકે પણ ગણવામાં આવી રહ્યા છે. તેમની વ્યૂહાત્મક કુશળતા અને સંગઠનાત્મક અનુભવ સાથે, DK રાજ્યના બીજા સૌથી મોટા સમુદાય વોક્કાલિગાસના નેતા તરીકે ઉભરી શક્યા છે. સિદ્ધારમૈયાની સરખામણીમાં શિવકુમાર યંગ પણ છે.
આજે ધારાસભ્ય દળની બેઠક
પરિણામો આવ્યા બાદ કોંગ્રેસમાં સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ પાર્ટી રાજ્યપાલને સરકાર બનાવવા માટે પોતાનો દાવો રજૂ કરશે. કોંગ્રેસે રવિવારે એટલે કે આજે બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે. પરિણામો બાદ કોંગ્રેસ નેતૃત્વએ વિજેતા ઉમેદવારોને સીધા બેંગ્લોર પહોંચવાનો આદેશ આપ્યો હતો. હેલિકોપ્ટર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
કર્ણાટકમાં ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર પર સવાર થઈને કોંગ્રેસે શનિવારે સ્પષ્ટ બહુમતી મેળવી છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસે 136 બેઠકો જીતી છે. 1989ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસની આ સૌથી મોટી જીત છે. બીજી તરફ ભાજપને માત્ર 64 બેઠકો મળી છે. જેડીએસને 20 બેઠકો મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે બેંગ્લોર પાસેના એક રિસોર્ટમાં તેમના ધારાસભ્યો માટે રૂમ બુક કરાવ્યાં હતા અને તેમને ત્યાં રાખ્યા છે. પરિણામો બાદ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તમામ નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારની રચના માટે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ રાહુલ ગાંધી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા જ્યાં તેઓ તેમના કાર્યકરોને મળ્યા અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યાં હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)