Explained: ખતરનાક કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન કેટલીક અસરકારક, જાણો શું કહે છે એક્સપર્ટ
કોરોના વાયરસના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આલ્ફાની તુલનામાં ડેલ્ટા 60 ટકાથી વધુ ટ્રાન્સમિસિબલ થઇ શકે છે. ડેલ્ટામાં આલ્ફાની સરખામણીમાં વધુ ગંભીર બીમાર થવાની શક્યતા વધુ છે.
Corona Virus:કોરોના વાયરસના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આલ્ફાની તુલનામાં ડેલ્ટા 60 ટકાથી વધુ ટ્રાન્સમિસિબલ થઇ શકે છે. ડેલ્ટામાં આલ્ફાની સરખામણીમાં વધુ ગંભીર બીમાર થવાની શક્યતા વધુ છે.
કોરોનાના એક વેરિયન્ટને સ્વરૂપ બદલતા તેના ત્રણ નામ પડ્યાં છે. પહેલા તે ઇન્ડિયન વેરિયન્ટથી ઓળખાતો હતો. બાદ ડેલ્ટા નામ આવ્યું અને હવે ડેલ્ટા પ્લસ છે. એક્સ્પર્ટની માનીએ તો બીજી લહેર માટે ડેલ્ટા વાયરસનું મ્યુટેશન જવાબદાર છે. એ એટલા માટે ચિતાજનક છે કારણે કે તે વેક્સિન અને ઇમ્યુનિટીને ચકમા દેવામાં માહેર છે.
વૈજ્ઞાનિકોના મત મુજબ મ્યુટેશન હંમેશા ચિંતાજનક વાયરસમાં પરિવર્તિત નથી થતાં. ઉદાહરણ તરીકે જોઇએ તો પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ વેરિયન્ટ બીટા તે બધા રસીની અસરકારકતાને ઓછી કરે છે. જો કે તે વધુ સંક્રમક નથી. આલ્ફાની જેમ દુનિયામાં વધુ નથી ફેલાયો. B.1.617.1 વેરિયન્ટમાં પહેલાથી જ વેક્સિનથી બચવા માટે 484Q' મ્યુટેશન છે. તેમ છતાં ડેલ્ટા B.1.617.2 તેના વિના પણ એક સુપર સ્પ્રેડર બની ગયો છે.
સુપર સ્પ્રેડર વેરિયન્ટ છે ડેલ્ટા
ડેલ્ટા ભારતનો મુખ્ય સ્ટ્રેન છે. બ્રિટેનમાં 91 ટકા નવા કેસ આ વેરિયન્ટના કારણે જ આવતા હતા. આલ્ફા પણ એક સ્પ્રેડર હતો પરંતુ ડેલ્ટાની તુલનામાં ઓછો હતો. ડેલ્ટા તેનાથી 60 ટકા વધુ ટ્રાન્સમિસિબલ હોઇ શકે છે.
વેક્સિનની બંને ડોઝ આ વેરિયન્ટ પર કેટલી અસરકારક
ડેલ્ટાની હાઇ ટ્રાન્સમિસિબલિટી 452R અને 478K મ્યુટેશનના કારણે છે. બંને માનવ કોશિકામાં બેસ્ટ રીતે જોડવામાં મદદ કરે છે અને સંભવત પ્રતિરક્ષાને ચકમો આપે છે. જો કે બંને ડોઝ લીધા બાદ તે તેની વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. એક ડોઝથી સુરક્ષા ઓછી થઇ ગઇ છે. યૂકેના ડેલ્ટાથી જાણકારી મળી કે, એક શોર્ટ આલ્ફા વિરૂદ્ધ 51 ટકાની તુલનામાં ડેલ્ટાની વિરૂદ્ધ 33 ટકા સુરક્ષા આપે છે.