Women's Day 2022:આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 માર્ચે જ કેમ મનાવાય છે? આ કહાણી છે તેના માટે જવાબદાર, જાણો
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીમાં લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકા અને ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન સેલેરી અને સમાન કામના કલાકની માંગણી કરી હતી
Women's Day 2022:8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતુ છે મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેની ભાગીદારી વધારવી. દરેક દેશમાં આ દિવસને અલગ અલગ રીતે મનાવાય છે. આંતરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓની રાજકિય, આર્થિક, સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. મોટા ભાગે આ દિવસે મહિલાઓને ફુલ, સહિતની કેટલી ગિફ્ટ આપીને તેનું સન્માન કરવામં આવે છે. કેટલાક દેશોમાં 8 માર્ચ રજા આપવામાં આવે છે. મહિલા આ દિવસને પરિવાર સાથે અન્જોય કરે છે. આંતરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું શરૂઆત ક્યારે થઇ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીમાં લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકા અને ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન સેલેરી અને સમાન કામના કલાકની માંગણી કરી હતી. આ માંગણી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ 1908માં સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ વર્ષમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનનાવવની જાહેરાત કરી. ત્યાર બાદ તે ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મનાવાતો હતો.
ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું.
ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું. ક્લેરા ઝેટકીને સૌપ્રથમ 1910 માં કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વના 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ થઈ હતી. બધાએ આ સૂચનને સમર્થન આપ્યું અને 1910 માં, સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન કોન્ફરન્સમાં, મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. તે સમયે તેનો મુખ્ય હેતુ મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌપ્રથમ 1911 માં સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને જર્મનીમાં ઉજવવામાં આવ્યો હતો. 1917 માં, સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી. અને તે અન્ય નજીકના દેશોમાં પણ ઉજવવાની શરૂઆત થઇ ગઇ. છે. જે પછી તે હવે ઘણા પૂર્વી દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
8 માર્ચે કેમ મનાવાય છે આંતરરાષ્ટીય મહિલા દિવસ
હવે સવાલ એ થાય છે કે, ફેબ્રુઆરીના છેલ્લા રવિવારથી 8મી માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કેમ અને કેવી રીતે પસંદ કરવામાં આવ્યો? હકીકતમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કોન્સેપ્ટ લાવનાર ક્લેરા ઝેટકીને મહિલા દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.
1917માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ 'બ્રેડ એન્ડ પીસ' એટલે કે બ્રેડ અને કપડા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ હડતાલ પણ ઐતિહાસિક હતી કારણ કે મહિલાઓની હડતાલના કારણે સમ્રાટ નિકોલસને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે બાદ વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો અને બાકીના વિશ્વમાં ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. મહિલાઓએ આ હડતાલ શરૂ કરી તે તારીખ 23 ફેબ્રુઆરી હતી. આ દિવસ ગ્રેગોરિયન કેલેન્ડરમાં 8 માર્ચ હતો (રશિયાના જુલિયન કેલેન્ડર મુજબ). તે સમયે સમગ્ર વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર ચાલે છે. તેથી, ત્યારથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવાનું શરૂ થયું.
1975માં સંયુકત રાષ્ટ્રે આપી આધિકારિક માન્યતા
સંયુક્ત રાષ્ટ્રે 1975માં મહિલા યુનાઈટેડ નેશન્સે 1975માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. યુનાઈટેડ નેશન્સે 1975 માં થીમ સાથે વાર્ષિક મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રથમ થીમ 'ભૂતકાળની ઉજવણી, ભવિષ્ય માટે આયોજન' હતી. એટલે કે, ભૂતકાળની ઉજવણી કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો. 2021ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ પડકાર ટુ ચેલેન્જ હતી.