Women’s Day 2022: આ વર્ષે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની શું છે થીમ, પર્પલ કલર કેમ બન્યો આ દિવસનો ખાસ રંગ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક ખાસ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘જેન્ડર ઇક્કાલિટી ટૂડે એ સસ્ટેનેબલ ટૂમોરો’ છે.
Women’s Day 2022: 8મી માર્ચે ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને મહિલાઓના યોગદાન, તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે. એટલું જ નહીં પરંતુ મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા પણ આપે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક ખાસ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘જેન્ડર ઇક્કાલિટી ટૂડે એ સસ્ટેનેબલ ટૂમોરો’ પર મનાવાશે.
દરેક દેશમાં વૂમન ડે અલગ અલગ રીતે મનાવાય છે. ઇટલીમાં મિમોસાનું ફુલ આપીને મહિલાઓને સન્માનિત કરવામાં આવે છીએ. આ દિવસ સાથે રીગણી રંગને પણ ગાઢ સંબંધ છે. આ દિવસ સાથે આ મિમોસાના ફુલ અને અને આ રંગનું શું છે મહત્વ જાણીએ.
8 માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિનને સમર્પિત છે. દરેક દેશમાં વૂમન ડે અલગ અલગ રીતે મનાવાય છે. ઇટાલીમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મીમોસાના ફૂલો આપીને મહિલાઓનું સન્માન કરાઇ છે. 1946 ની આસપાસ ઇટાલીમાં મીમોસાના ફૂલો આપવાની પ્રથા જોવા મળી હતી. ત્યાં મહિલાઓને સન્માનની નિશાની તરીકે આ ફૂલો આપવામાં આવ્યા હતા. ઇટલીમાં ફુલને પ્રેમ અને સન્માનનું પ્રતીક મનાય છે. તરીકે 8 માર્ચ, 1946 ના રોજ ની પત્ની,માતાઓ, બહેનો અને પુત્રીઓને આ સુગંધિત પીળા મીમોસા ફૂલો આપીને તેનું સન્માન કર્યું હતું. તે સમયથી આ પ્રથા થઇ ગઇ કે, આંતરરાષ્ટ્ય મહિલા દિનને દિવસ મહિલાઓનું સન્માન કરવા માટે તેને મિમોસાના ફુલ અપાય છે.
મહિલા દિવસનો રંગ છે રિંગણી
રાષ્ટ્રીય મહિલા પાર્ટી, સંયુક્ત રાજ્ય અમેરિકાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પર્પલ રંગ પહેરવાનું સૂચન આપ્યું હતું. કારણ કે રીંગણી રંગ, નિષ્ઠા, ઉદેશ, નિરંતરતા અને અડગ જ દ્રઢતાનું પ્રતીક છે. આ ગરિમા અને સ્વાભિમાનનો પણ રંગ છે. તેથી મહિલા દિવસનો રંગ રીંગણી રાખવામાં આવ્યો છે.
8 માર્ચે કેમ મનાવાય છે આંતરરાષ્ટીય મહિલા દિવસ
હવે સવાલ એ થાય છે કે, ફેબ્રુઆરીના છેલ્લા રવિવારથી 8મી માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કેમ અને કેવી રીતે પસંદ કરવામાં આવ્યો? હકીકતમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કોન્સેપ્ટ લાવનાર ક્લેરા ઝેટકીને મહિલા દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.
1917માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ 'બ્રેડ એન્ડ પીસ' એટલે કે બ્રેડ અને કપડા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ હડતાલ પણ ઐતિહાસિક હતી કારણ કે મહિલાઓની હડતાલના કારણે સમ્રાટ નિકોલસને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે બાદ વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો અને બાકીના વિશ્વમાં ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. મહિલાઓએ આ હડતાલ શરૂ કરી તે તારીખ 23 ફેબ્રુઆરી હતી. આ દિવસ ગ્રેગોરિયન કેલેન્ડરમાં 8 માર્ચ હતો (રશિયાના જુલિયન કેલેન્ડર મુજબ). તે સમયે સમગ્ર વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર ચાલે છે. તેથી, ત્યારથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવાનું શરૂ થયું.
1975માં સંયુકત રાષ્ટ્રે આપી આધિકારિક માન્યતા
સંયુક્ત રાષ્ટ્રે 1975માં મહિલા યુનાઈટેડ નેશન્સે 1975માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. યુનાઈટેડ નેશન્સે 1975 માં થીમ સાથે વાર્ષિક મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રથમ થીમ 'ભૂતકાળની ઉજવણી, ભવિષ્ય માટે આયોજન' હતી. એટલે કે, ભૂતકાળની ઉજવણી કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો. 2021ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ પડકાર ટુ ચેલેન્જ હતી.