California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash:આ અકસ્માતમાં બેના મોત થયા હતા અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
California Plane Crash: દક્ષિણ કોરિયા અને કેનેડા બાદ હવે અમેરિકામાં પણ પ્લેન ક્રેશ થયું છે. અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. વાસ્તવમાં ઉડાન દરમિયાન એક નાનું વિમાન બિલ્ડિંગની છત સાથે અથડાયું હતું. આ પછી પ્લેન ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં બેના મોત થયા હતા અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
BREAKING: 2 dead and 18 injured in small plane crash in Southern California https://t.co/QGXrDbh1dR
— The Associated Press (@AP) January 3, 2025
ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સ અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. પોલીસને આ દુર્ઘટનાની માહિતી ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન શહેરમાં બપોરે 2:09 વાગ્યે મળી હતી. વેલ્સે જણાવ્યું કે પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી હતી. આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.
વેલ્સે કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે કયા પ્રકારનું પ્લેન હતું અથવા ઘાયલ લોકો પ્લેનમાં સવાર હતા કે બિલ્ડિંગની છત પર હતા. કેએબીસીના વિડિયો ફૂટેજમાં મોટી ઇમારતની ટોચ પરથી ધૂમાડો નીકળતો દેખાય છે.
પ્લેન ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ એરપોર્ટ પર એક રનવે અને એક હેલિપેડ છે. તે પ્રાદેશિક ટ્રેન લાઇન, મેટ્રોલિંકની નજીક સ્થિત છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો છે. વાસ્તવમાં ફુલર્ટનમાં લગભગ 140,000 લોકો રહે છે જે લોસ એન્જલસથી લગભગ 25 માઇલ (40 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં આવેલું છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. યોનહાપ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ કોરિયામાં એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે રનવે પરથી લપસી જતાં વિમાનમાં આગ લાગતાં 179 લોકોનાં મોત થયાં હતાં. માહિતી આપતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, જેજુ એરનું પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે રનવે પરથી સ્લીપ થઇ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરનું બોઇંગ 737-800 હતું. 175 મુસાફરો અને છ ફ્લાઇટ એટેન્ડન્ટ્સને લઈને જેજુ એરનું વિમાન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું ત્યારે તે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ