Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
અમેરિકાના ન્યૂ ઓરર્લિયન્સમાં આતંકી હુમલા બાદ વધુ એક હુમલો કરવામાં આવ્યો હતો
New York Night Club Shooting: અમેરિકાના ન્યૂ ઓરર્લિયન્સમાં આતંકી હુમલા બાદ વધુ એક હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે એક હુમલાખોરે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં 11 લોકોને ગોળી મારી હતી. amny.comના રિપોર્ટ અનુસાર, ફાયરિંગ ક્વિન્સની અમજૂરા નાઇટ ક્લબમાં થયું હતું. એક જાન્યુઆરીની રાત્રે લગભગ 11 વાગ્યાને 45 મિનિટ પર અમજૂરા ઇવેન્ટ હોલ પાસે ફાયરિંગ થયું હતું.
🚨 #BREAKING: MASS SHOOTING IN NEW YORK CITY
— Nick Sortor (@nicksortor) January 2, 2025
At least 11 people have been shot in Queens, NY at Amazura Night Club
This is still an ACTIVE situation. pic.twitter.com/HFYY0Cb3qZ
ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળની તપાસ શરૂ કરી હતી. સિટીઝન એપ પર આપવામાં આવેલા રિપોર્ટ મુજબ ફાયરિંગમાં સામેલ બે શકમંદ હજુ પણ ફરાર છે.
પોલીસ તપાસ કરી રહી છે
ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY) અને અન્ય સ્થાનિક એજન્સીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને પીડિતોને મદદ કરી રહી છે. આ સિવાય પોલીસ નજીકના ઘરોમાં તપાસ કરી રહી છે અને ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
સેન્ટ્રલ ન્યૂ ઓરર્લિયન્સની ઘટના
નવા વર્ષના દિવસે સેન્ટ્રલ ન્યૂ ઓરર્લિયન્સમાં એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઠાર માર્યો હતો. હુમલાખોરની ઓળખ 42 વર્ષીય શમસુદ દીન જબ્બાર તરીકે થઈ હતી.
નોંધનીય છે કે ઘટના બાદ ન્યૂ ઓરર્લિયન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ (NOPD) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદને ઠાર માર્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિની ઓળખ 43 વર્ષીય શમ્સુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. એફબીઆઈ અને પોલીસને હુમલાખોરના વ્હીકલ્સમાંથી આઈએસઆઈએસનો ઝંડો અને આઈઈડી સહિત હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. અમેરિકન તપાસ એજન્સીઓ જબ્બારના તમામ સંપર્કની તપાસ કરી રહી છે.
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર