US Earthquake: અમેરિકામાં ભૂકંપના અનુભવાયા આંચકા, લોસ એન્જલસ ક્ષેત્રમાં 4.6ની તીવ્રતા નોંધાઇ
US Earthquake: લોસ એન્જલસ ભૂકંપ દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2 ની તીવ્રતાના ભૂકંપના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આવ્યો છે.
US Earthquake: અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વિસ (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે લોસ એન્જલસ વિસ્તારમાં 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ એક મેડિકલ બિલ્ડિંગ હચમચી ગઇ હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘણી જગ્યાએ કાચ તૂટી ગયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર સોમવારે લોસ એન્જલસ વિસ્તારમાં ભૂકંપની જોરદાર અસર અનુભવાઈ હતી.
United States | An earthquake with a magnitude of 4.6 has struck the Los Angeles area, the USGS says, reports AP
— ANI (@ANI) August 12, 2024
એક અઠવાડિયાથી ઓછા સમયમાં બીજો ભૂકંપ
લોસ એન્જલસ ભૂકંપ દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2 ની તીવ્રતાના ભૂકંપના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આવ્યો છે. ગત વખતે પણ લોસ એન્જલસમાં ભૂકંપના આંચકાની વ્યાપક અસર અનુભવાઈ હતી. જો કે, બંને ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું ન હતું. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે ભૂકંપથી ગભરાયેલા લોકોને રાહતની માહિતી આપી હતી. NWS અનુસાર, ભૂકંપ બાદ સમુદ્રમાં સુનામી આવવાની કોઈ શક્યતા નથી.
ગત વખતે પણ લોસ એન્જલસમાં જોરદાર ભૂકંપની અસર અનુભવાઈ હતી. જોકે, બંને ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. તેમજ અમેરિકન હવામાન વિભાગે ભૂકંપના કારણે ડરી ગયેલા લોકોને રાહતની માહિતી આપતા કહ્યું કે સમુદ્રમાં સુનામીની કોઇ શક્યતા નથી.
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢી જાય છે અથવા તેમની પાસેથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા બહાર આવી રહી છે. 9 એટલે સૌથી વધુ. ખૂબ જ ભયાનક અને વિનાશક લહેર. તેઓ દૂર જતાં જતાં નબળી પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર આંચકો આવે છે.