પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Peru earthquake: દક્ષિણ અમેરિકાનો દેશ પેરુ આજે ધરતીકંપના તીવ્ર આંચકાથી ધ્રૂજી ઉઠ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં આવેલા એટિક્યુઇપાથી 8 કિલોમીટર દૂર ચાલા ખાતે રહ્યું. યુએસ જીઓલોજિકલ સર્વેના રિપોર્ટ મુજબ આ ભૂકંપ શુક્રવારે સવારે બરાબર 11 વાગીને 6 મિનિટે આવ્યો. જોકે હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
7.2ની તીવ્રતાના આ જોરદાર ભૂકંપના (પેરુમાં ધરતીકંપ) આંચકા પેરુના રાજ્યોમાં અનુભવાયા છે. સ્થાનિક અહેવાલો મુજબ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા, રસ્તાઓ પર જ્યાં વાહનો ચાલી રહ્યા હતા ત્યાં ડરના માર્યા તે જ સ્થળે થંભી ગયા.
#Earthquake (#sismo) possibly felt 7 sec ago in #Peru (detected from @SismoDetector). Felt it? Tell us via:
— EMSC (@LastQuake) June 28, 2024
📱https://t.co/IbUfG7TFOL
🌐https://t.co/AXvOM7I4Th
🖥https://t.co/wPtMW5ND1t
⚠ Automatic crowdsourced detection, not seismically verified yet. More info soon! pic.twitter.com/ByC35Z94LW
આ પહેલા 16 જૂને પેરુમાં ધરતીકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જોકે ત્યારે પણ કોઈ પ્રકારનું જાન માલનું નુકસાન થયું નહોતું.